લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to indiscriminate vehicle parking on main roads of Limbdi

![]()
– એસટી પસાર થાય તે રોડ પર આડેધડ વાહન મૂકી દેતા હાલાકી
– જિલ્લા પોલીસ વડાના લોક દરબારમાં રજૂઆત બાદ ગણતરીના દિવસોમાં ફરી ટ્રાફિક જામની મુશ્કેલી
લીંબડી : લીંબડી શહેરમાં મુખ્ય માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરતા ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. રોડ પર આડધેડ માલસામાનનો ખડકલાથી લોકો પરેશન થઇ રહ્યાં છે. જેથી તાકિદે પાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
શહેરના બાહેલાપરા વિસ્તારમાં શાક માર્કેટ, સરોવરીયા હનુમાનજી ચોક, લેકયુ બીંલડીંગ, રાજપુત સમાજની વાડી, લેકયુ બિલ્ડીંગ રોડ તેમજ ખાસ કરીને લીંબડી હાઈવેથી લઈને એસ.ટી બસ સ્ટેશન રોડ ડો.બાબા સાહેબ આંબેડકર ચોક, રાજકવિ ચોક, ગ્રીન ચોક સહિતના મુખ્ય માર્ગો પર વાહન ચાલકો દ્વારા કોઈની રોકટોક વગર રસ્તા પર આડેધડ વાહનો પાકગ કરીને જતાં રહેતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ એસ.ટી રોડ પરથી દિવસ દરમિયાન ૧૦૦ વધુ એસ.ટી બસ પસાર થાય છે. તે તમામ એસ.ટી બસ ચાલકોને વ્હાઈટ હાઉસ ચોક પાસે આડેધડ વાહન પાકગ કારણે ભારે મુશ્કેલી વેઠવી રહ્યા છે. છતાંય પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના કડક પગલાં લેવામાં આવતા નથીં જ્યારે ઘણીવાર ટ્રાફિકના કારણે અસામાજિક તત્વોને ચોરી કરવાનું મોકળુ મેદાન મળી જાય છે.
જ્યારે પણ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાય ત્યારે શહેરીજનો દ્વારા પોલીસને ટ્રાફિક હટાવવા માટેની રજુઆતો કરવામાં આવે છે. તે સમયે પોલીસ તંત્રના અધિકારીઓ લીંબડી પોલીસને આદેશ કરે ત્યારે થોડા દિવસો શહેરમાં ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે પછી જેસે તે પરિસ્થિતિ થઈને ઉભી રહે છે. જેને કારણે વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાકગને ટ્રાફિક ની સમસ્યા ઉભી કરી રહ્યા છે.



