કોલમ્બિયન પોપ સ્ટાર શકીરા ભારત નહિ આવે : યુદ્ધના કારણે ટૂર રદ | Colombian pop star Shakira will not come to India: Tour canceled due to war

![]()
એપ્રિલમાં દિલ્હી-મુંબઈમાં ૩ કોન્સર્ટ યોજાવાની હતી
કલાકારો તથા ક્રૂની સલામતીને ધ્યાને રાખી નિર્ણયઃ નવી તારીખો જાહેર કરવાનું આશ્વાસન
મુંબઈ: ઈઝરાયેલ-અમેરિકા તથા ઈરાન વચ્ચે હાલ ચાલી રહેલાં યુદ્ધના કારણે શકીરાએ તેની આગામી એપ્રિલમાં ભારતમાં યોજાનારી કોન્સર્ટ રદ કરી દીધી છે. શકીરા છેલ્લે ૨૦૦૭માં ભારત આવી હતી. આમ, ૧૯ વર્ષ પછી તેની ભારતમાં ટૂર યોજાવાની હતી. જોકે, આ ટૂર હવે રદ કરી દેવાતાં તેના લાખો ચાહકો નિરાશ થઈ ગયા છે.
એક સોશિયલ મીડિયા મેસેજમાં જણાવાયું હતું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીને આ ટૂર રદ કરવામાં આવી છે. કલાકારો, ક્રૂ મેમ્બર્સ ઉપરાંત ચાહકોની સલામતીને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. જેમણે ટિકિટ લઈ લીધી હશે તેમને આપોઆપ રિફન્ડ ચૂકવી દેવામાં આવશે.
આ મેસેજમાં જોકે, એવું આશ્વાસન પણ અપાયું છે કે ટૂંક સમયમાં ટૂરની નવી તારીખો નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આગામી એપ્રિલમાં શકીરા મુંબઈમાં તથા દિલ્હીમાં કુલ બે કોન્સર્ટ કરવાની હતી. જોકે, બાદમાં ચાહકોના પ્રતિસાદને જોતાં તેણે મુંબઈમાં વધુ એક કોન્સર્ટ યોજવાનું એલાન કર્યું હતું.



