दुनिया

મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો! ઈરાન વિરુદ્ધ બ્રિટને હોર્મુઝ નજીક ન્યુક્લિયર સબમરીન તૈનાત કરી | iran war british pm keir starmer sends nuclear powered submarine near strait of hormuz



US iran War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને શરૂ થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં યુદ્ધના અંતનો હજુ સુધી કોઈ સંકેત નથી, ઉલટાનું આ યુદ્ધમાં સતત સંઘર્ષ વધવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકી આપી રહ્યા છે, આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે ઈરાન સામે મોટો નિર્ણય લીધો છે. 

પરમાણુ ઉર્જાથી ચાલતી હોવાથી શોધવી મુશ્કેલ

એક નાખગી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૉમહોક મિસાઈલોથી સજ્જ અને પરમાણુ ઉર્જાથી ચાલતી એક બ્રિટિશ સબમરીન એચએમએસ એનસન (HMS Anson) અરબ સાગરમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નજીક પહોંચી ગઈ છે. બ્રિટિશ સબમરીન એવા સમયે તહેનાત થઈ છે જ્યારે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી વધુ આક્રમક કરવાની ધમકીઓ આપી રહ્યા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નજીક સંભાળ્યો મોરચો

કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટનની આ સબમરીન આ મહિનાની શરૂઆતમાં 6 માર્ચે ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી રવાના થઈ હતી અને એવું માનવામાં આવે છે કે હવે HMS Ansonએ અરબ સાગરના ઉત્તરી ભાગમાં એક વ્યૂહાત્મક સ્થિતિ સંભાળી લીધી છે, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ખૂબ જ નજીક છે.

કયા-કયા હથિયારોથી સજ્જ છે સબમરીન?

બ્રિટનની પરમાણુ ઉર્જાથી ચાલતી આ સબમરીન અનેક પ્રકારના અત્યંત એડવાન્સ હથિયારોથી સંપૂર્ણપણે સજ્જ છે. આ હથિયારોમાં 1,600 કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરનારી ટૉમહોક બ્લોક IV લેન્ડ એટેક મિસાઈલો અને સ્પિયરફિશ હેવીવેટ ટોર્પિડો સામેલ છે, જે આ સબમરીનની મારક ક્ષમતાને અત્યંત ઘાતક બનાવે છે.

આ પણ વાંચો: LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું

ઈરાન યુદ્ધમાં સામેલ થઈ રહ્યું છે બ્રિટન!

બ્રિટિશ સબમરીનની અરબ સાગરમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નજીક તૈનાતી એ વાત તરફ ઈશારો છે કે હવે ઈઝરાયલ અને અમેરિકાની સાથે-સાથે બ્રિટન પણ ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં સક્રિય રીતે સામેલ થઈ રહ્યું છે. આ પહેલા બ્રિટને અમેરિકાને ઈરાન વિરુદ્ધ બ્રિટિશ સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.



Source link

Related Articles

Back to top button