गुजरात

વડોદરા: મહેસાણાનગર સર્કલ પાસે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Vadodara: A 10 foot deep potholes occurred near Mehsananagar Circle



વોર્ડ નંબર 1માં સમાવિષ્ટ મહેસાણાનગર સર્કલ પાસે આશરે ૧૦ ફૂટ ઊંડો ભુવો પડ્યો છે. રસ્તાની વચ્ચોવચ પડેલા આ ભુવાના કારણે અકસ્માતની ભીતિ ઊભી થઈ છે.

પૂર્વ મહિલા કોંગ્રેસ કાઉન્સિલરે જણાવ્યું હતું કે, આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરી હોવા છતાં વહેલીતકે કોઈ સમારકામ કે સુરક્ષા માટે બેરીકેડ મુકવાની કામગીરી હાથ ધરાઈ નથી. જેના કારણે તંત્રની બેદરકારી સામે આવી છે.

સ્થળ પર સતત વાહનવ્યવહાર ચાલુ હોવાથી સ્થાનિકોએ પોતાના સ્તરે આડશ મૂકી સુરક્ષાની વ્યવસ્થા ઉભી કરી છે. તેમ છતાં આ ભુવો જોખમી બની શકે તેમ હોવાનું જણાવી તંત્ર તાત્કાલિક ભુવાનું સમારકામ કરે અને તે અગાઉ બેરીકેડિંગ લગાવે તેવી માગ કરી છે. 



Source link

Related Articles

Back to top button