ઇરાનનાં નતાંજ પરમાણુ કેન્દ્ર પર ઇઝરાયલ અમેરિકાનો હુમલો : રેડિએશન ફેલાવાની આશંકા | Israel US attack on Iran’s Natanz nuclear center: Fears of radiation spread

![]()
નતાંજ મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે : સરકારી સમાચાર એજન્સી જણાવે છે કે આ હુમલામાં જરા પણ રેડીએશન લીકેજ થવા સંભવ નથી
તહેરાન: ઇરાનની ન્યૂક્લિયર ફેસિલીટી નતાંજ ઉપર શનિવારે હવાઈ હુમલા થયા છે, ઇરાની સમાચાર એજન્સી મિજાન જણાવે છે કે આ હુમલામાં કોઈ રેડીએશન લીકેજ થયું નથી. નતાંજ, ઇરાનનું મુખ્ય યુરેનિયમ સંવર્ધક કેન્દ્ર છે. તે તહેરાનથી આશરે ૨૨૦ કી.મી. દક્ષિણ પૂર્વમાં આવેલું છે. આ ફેસિલીટી ઉપર અનેકવાર હુમલા પણ થઇ ચૂક્યા છે.
આમ છતાં ઇરાનના અધિકારીઓએ કહ્યું હતું કે અમારૂં આ કેન્દ્ર સુરક્ષિત છે. તે સર્વવિદિત છે કે ઇરાને, તેની યુરેનિયમ સંવર્ધન ફેસીલીટી તેમ જ તેનાં મિસાઇલ્સ માટેનાં સિલોસ પહેલેથી જ જમીનની નીચે દોઢસો ફીટથી વધુ ઊંડે રાખેલાં છે. એમ પણ કહેવાય છે કે ઇરાને નીચે એક નવું શહેર જ બનાવ્યું છે. જ્યાં વિજ્ઞાાનીઓ અને ટેક્નિશ્યનોને માટે સંપૂર્ણ સુવિધામાં રાખવામાં આવી છે. આ કેન્દ્રો ઉપર અભેદ્ય એવાં સીમન્ટ કોન્ક્રીટનાં આવરણો છે.
પ્રશ્ન તે છે કે ઇઝરાયલ અને અમેરિકા તથા અમેરિકાના નિકટવર્તી સાથી દેશો આ બધું બરોબર જાણતા હોવા છતાં શા માટે તેમની શક્તિનો દુર્વ્યય કરે છે ? જો કે ખરી હકીકત તે છે કે યુદ્ધોમાં અકારણ શક્તિ અને સંપત્તિનો દુર્વ્યય થતો જ હોય છે.



