मनोरंजन
અર્જુન રામપાલ છત્રપતિ શિવાજી મહારાજની ફિલ્મમાં વિલન બનશે | Arjun Rampal to play villain in Chhatrapati Shivaji Maharaj film

![]()
– આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી શિવાજી મહારાજના રોલમાં હશે
મુંબઇ: અર્જુન રામપાલ ધૂરંધર ટુની સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. અભિનેતા ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજની ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. જ્યારે આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં ઋષભ શેટ્ટી હશે. આ ફિલ્મનું નિર્માણ સંદીપ સિંહનું હશે અને આ ફિલ્મ દ્વારા તે દિગ્દર્શક તરીકેની પણ કારકિર્દી શરૂ કરશે.
ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના સાહસ,યુદ્ધ કૌશલ અને મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ સંઘર્ષની ગૌરવગાથા દર્શાવામાં આવશે.
આ ફિલ્મમાં શેફાલી શાહ છત્રપતિ શિવાજીની માતા રાજમાતા જિજાબાઇની ભૂમિકામાં હશે.
સંદીપ સિંહની આ ફિલ્મનું શૂટિંગ જુન મહિના પછી શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું સંગીત પ્રીતમનું હશે. અને સિનેમેટોગ્રાફી રવિ વર્માની હશે.



