दुनिया

કતાર અને કુવૈતમાં ખુલ્લામાં ઈદની નમાઝ પર પ્રતિબંધ? યુદ્ધની સ્થિતિને લઈને ગલ્ફ દેશોમાં ડરનો માહોલ | US Iran War Ramadan Eid in Gulf Countries in Dim Atmosphere Eid Ul Fitr



US Iran War Eid Ul Fitr: દુનિયાભરમાં આજે શનિવાર એટલે કે 21 માર્ચના રોજ ઈદ મનાવવામાં આવી રહી છે. ખાડી દેશોમાં ઈદની રોનક હંમેશા અલગ જ હોય છે, પરંતુ આ વખતે આ દેશોમાં પણ ઈદ ડરના છાયડામાં મનાવવામાં આવી રહી છે. કતાર, કુવૈત અને UAE જેવા દેશોમાં પણ લોકોને ખુલ્લામાં નમાઝ પઢતા રોકી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્રને ડર છે કે ક્યાંક કોઈ મિસાઈલ આવીને ન પડે. મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ પણ સુમસામ જોવા મળી હતી. અહીં લોકોના આવવા પર ઈઝરાયલ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદથી જ અલ-અક્સા મસ્જિદને સીલ કરી દેવામાં આવી હતી. ઈઝરાયલે સ્પષ્ટતા કરી છે કે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાને રમઝાનમાં 400 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

સાઉદી અરેબિયા, કતાર, UAE, ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં લોકોને ઈદની તૈયારી કરવાનો પણ સમય મળ્યો નથી. આખા રમઝાન દરમિયાન આ દેશોમાં તણાવનું વાતાવરણ રહ્યું હતું. ઈરાન યુદ્ધ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ આમને-સામને છે. રમઝાન દરમિયાન જ પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં 400થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં આ વર્ષે રમઝાનનો મહિનો સમગ્ર વિશ્વમાં લોહિયાળ સંઘર્ષની વચ્ચે પસાર થયો છે.

ઈરાનમાં બજારમાં માતમની અસર!

ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાનમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈદ પહેલા પણ અહીંના બજારો સુમસામ રહ્યા હતા. લોકોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના ઘર અથવા મસ્જિદની અંદર જ નમાઝ પઢે. લોકોને ખુલ્લામાં નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ઈરાનમાં ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઘણી જગ્યાએ જશ્ન મનાવવામાં આવ્યો હતો તે પણ અત્યંત સાદગીથી. લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાની દુકાનો પણ બંધ રાખી હતી.

UAEમાં પણ રોનકની ઉણપ

UAEનું દુબઈ શહેર તેની રોનક અને ભવ્યતા માટે વિશ્વભરમાં જાણીતું છે. પરંતુ યુદ્ધને કારણે આ ઈદ પર ન તો વિદેશી પ્રવાસીઓની ભીડ જોવા મળી કે ન તો રસ્તાઓ પર કોઈ ઉત્સાહ. અહીં પણ બજારોની રોનક ફિક્કી પડી ગઈ છે. UAEમાં ઈદના અવસરે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી, આ વખતે સખત સુરક્ષા વચ્ચે જ નમાઝ પઢવામાં આવી હતી. દુબઈમાં મોટા આયોજનો અને આતશબાજી પણ રદ કરી દેવામાં આવી હતી.

ઈરાકમાં ખામેનેઈને શ્રદ્ધાંજલિ અપાઈ

ઈરાકમાં શિયા મુસ્લિમોએ ઈરાનના માર્યા ગયેલા સુપ્રીમ લીડર અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈરાકમાં પણ આ વખતની ઈદ પર વધુ લોકો એકઠા થયા ન હતા. અગાઉથી જ લોકોને ભીડ ન કરવા સૂચના આપવામાં આવી હતી. આ વખતે વાલીઓ પોતાના બાળકોને પણ બહાર મોકલતા ડરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: હોર્મુઝમાં ટ્રમ્પે હાર સ્વીકારી? કહ્યું- જેમના જહાજ હોય તે દેશ રક્ષા કરે, જરૂર પડે તો મદદ કરીશ

બીજી તરફ ગાઝા અને લેબનાનની સ્થિતિ જોઈએ તો ઘણા લોકો એવા છે જેઓ પોતાના ઘરમાં નથી. તેઓ ઘરથી દૂર શેલ્ટરમાં જ ઈદ મનાવી રહ્યા છે. અહીં પહેલાની જેમ બજારો સજ્યા-ધજયા  નથી, તેથી લોકોએ મર્યાદિત સાધનોમાં જ તહેવાર મનાવવો પડ્યો છે. લેબનાનના દક્ષિણ શહેરો પણ ઈઝરાયલના હુમલાથી ધ્રૂજી ઉઠ્યા છે, જ્યાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત થયા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વાત કરીએ તો ઈદને ધ્યાનમાં રાખીને યુદ્ધને પાંચ દિવસ માટે રોકી દેવામાં આવ્યું છે. તુર્કી, સાઉદી અરેબિયા અને કતારની મધ્યસ્થતા બાદ બંને દેશો ઈદ દરમિયાન યુદ્ધવિરામ માટે સહમત થયા છે.



Source link

Related Articles

Back to top button