राष्ट्रीय

દુનિયા કોઈની જાગીર નથી : કોઈ ગેર સમજમાં ન રહે : બ્રાઝિલના પ્રમુખ લૂઈસ ઇનાસિયો લુલા દા સિલ્વા | World is no one’s domain: Let no one be misunderstood:Brazilian Pre Luiz Inacio Lula da Silva



– ડૉનાલ્ડ ટ્રમ્પનાં અન્ય દેશો સાથેનાં વલણની ઉગ્ર ટીકા કરતાં લુલાએ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિને ઇરાન યુદ્ધમાં હસ્તક્ષેપ કરવા કહ્યું

નવી દિલ્હી: ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલા પછી પશ્ચિમ એશિયામાં ભીષણ જંગ છેડાઈ ગયો છે. ત્યારે ટ્રમ્પના ઉગ્ર વિરોધી અને બ્રાઝિલના પ્રમુખ સિલ્વાએ ટ્રમ્પ ઉપર સખત પ્રહારો કર્યા હતા અને તેમની વિદેશનીતિની પણ ઉગ્ર ટીકા કરી હતી.

સાઓ પાબલોમાં આયોજિત એક કાર્યક્રમમાં લૂલાએ કહ્યું કે, દુનિયામાં કોઈએ તેવું વિચારવાની મંજૂરી ન આપી શકાય કે તેઓ સમગ્ર દુનિયાના માલિક છે.

આ પ્રવચન દરમિયાન તેઓએ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ વૈશ્વિક સંઘર્ષો વિશેષત: ઇરાન યુદ્ધમાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા સિવાય તેઓએ કહ્યું : ‘હું પોતે ઇરાનનાં શાસનનો સમર્થક નથી. કે મેં બીજા કોઈને તેની સાથે સહમત થવા કહ્યું નથી. પરંતુ આપણે અન્ય દેશોની પ્રાદેશિક અખંડતાનું સન્માન કરતાં શીખવું જોઈએ.’

ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે તેઓએ આગળ કહ્યું : ‘આપણે કોઈને પણ તેવું વિચારવાની મંજૂરી આપી ન શકીએ કે, સમગ્ર દુનિયા તેમની છે.’ ચેઓએ ટ્રમ્પ તંત્ર ઉપર અનેક દેશો સાથે અનુચિત અને આક્રમક વલણ રાખવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ ગ્રીનલેન્ડ, પનામા નહેર, વેનેઝૂએલા અને ક્યુબા જેવા મામલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અમેરિકા તે વિસ્તારોમાં નિયંત્રણ અને દલાલની નીતિ અપનાવી રહ્યું છે. આ સાથે તેઓએ યુએનની સલામતી સમિતિના સ્થાયી સભ્યોને અપીલ કરી હતી કે તેઓએ યુદ્ધ રોકવા તથા શાંતિ પૂર્ણ વિદેશનીતિને પ્રોત્સાહન મળે તેવા ઉપાયો શોધવા અનુરોધ કર્યો હતો. સાથે કહ્યું હતું કે દુનિયામાં સંતુલન જાળવવા માટે મજબૂત દેશોની સામે ઊભા રહેવું અત્યંત જરૂરી છે.



Source link

Related Articles

Back to top button