मनोरंजन

ઋતિક રોશનની ફિલ્મ મેસમાં પ્રતીક ગાંધી મુખ્ય રોલમાં જોવા મળશે | Prateik Gandhi will be seen in the lead role in Hrithik Roshan’s film Mess



– ફિલ્મની વાર્તા ચોરનું એક ગુ્રપ અને એક ઓબ્સેસિવ-કંપલ્સિવ ડિસઓર્ડરથી પીડાતી વ્યક્તિની હશે

મુંબઇ: ઋતિક રોશન હાલ પોતાની આવનારી ફિલ્મ  મેસને લઇને ચર્ચામાં છે. મંગળવારે ઋતિક રોશને આ ફિલ્મની ઘોષણા કરી ગતી. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી લીડ રોલમાં કામ કરતો જોવા મળશે.ફિલ્મની વાર્તા ચોરનું એક ગુ્રપ અને ઓબ્સેસિવ -કંપલ્સિવ ડિસોર્ડરથી પીડાતી વ્યક્તિ પર આધારિત હશે. હાઇ કોન્સેપ્ટ ધરાવતી  આ ફિલ્મમાં કોમેડીની સાથેસાથે ટેન્શન પણ જોવા મળશે. 

આ ફિલ્મની વાર્તામાં ચોરનું એક ગુ્રપ ઘરમાં ચોરી કરવા જાય છે. પરંતુ ધીરે ધીરે તેમને જાણ થાય છે આ ઘરમાં પરિવારથી નહીં પરંતુ એક એવી વ્યક્તિથી બચવાનું છે જે વ્યક્તિ ઓબ્સેસિલ-કંપલ્સિવ ડિસ ઓર્ડરથી પીડાતી હોય છે. ફિલ્મની વાર્તાનું કેન્દ્ર પ્રતીક ગાંધીનું પાત્ર છે. ઋતિક રોશનનો પ્રાઇમ વીડિયો સાથેનો આ બીજો પ્રોજેક્ટ છે. 



Source link

Related Articles

Back to top button