गुजरात

‘100 રૂપિયાની નોટમાં દાગીના મૂકો, માનતા છે,’ અમદાવાદમાં ગેંગ ફરીથી થઇ સક્રિય વૃદ્ધાના લૂંટી લીધા ઘરેણા

અમદાવાદ: “અમે દુકાન ખરીદી હોવાથી 1100 રૂપિયા અને અગરબત્તી ચઢાવી દો… તમારા દાગીના આ 100 ની નોટમાં મુકો અને અડધો કલાક બાદ પહેરી લેજો” જો આવું કોઈ કહે તો ચેતી જજો અને તાત્કાલિક પોલીસને જાણ કરજો, કારણકે આવી ટોળકી અમદાવાદમાં સક્રિય થઈ છે. આ ટોળકી આવી વાતો કરી ખાસ વૃદ્ધાઓને જ ભરમાવે છે અને બાદમાં દાગીના લઈને ફરાર થઈ જાય છે. શહેરના ખોખરા પોલીસસ્ટેશનમાં પણ એક વૃદ્ધાએ આવી ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાના કહેવા મુજબ બને શખશો હિન્દીભાષી હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રાહકના સ્વાંગમાં આવીને અગાઉ બે ગઠિયાઓએ નરોડા, રાણીપ સહિતના વિસ્તારોમાં આ જ મોડ્સ ઓપરેન્ડીથી દાગીના સેરવી લીધા હતા.

ખોખરામાં રહેતા 80 વર્ષીય કુંવરબહેન કરવણીયા તેમના ઘર પાસે આવેલા મંદિરે પૂજા અર્ચના કરવા ગયા હતા. તેઓ દર્શન કરતા હતા ત્યારે બે અજાણ્યા લોકો આવ્યા હતા. જેમાના એક શખશે કુંવરબહેનને રૂપિયા આપ્યા અને ભગવાનને ચઢાવવા કહ્યું હતું. બાદમાં આ ગઠિયાઓએ માનતા છે તેમ કહી 100ની નોટમાં દાગીના મુકવાનું કહ્યું હતું. કુંવરબહેને 100ની નોટમાં 30 હજારની મતાના દાગીના મુક્યા બાદ તે પડીકું તેમને આપ્યું અને એક સફેદ કોથળીમાં તે મંદિરના ઓટલે મૂક્યું હતું.

Related Articles

Back to top button