दुनिया

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું | global helium shortage iran attack on qatar ras laffan plant


Impact of Helium shortage on Semiconductor industry: ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે એક એવો વળાંક આવ્યો છે જેણે સમગ્ર વિશ્વની ટૅક્નોલૉજી અને મેડિકલ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ‘રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી’ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો LNG(પ્રવાહી પ્રાકૃતિક ગેસ) પ્લાન્ટ છે. આ હુમલાને કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે અને ભારે નુકસાન થયું છે. કતાર એનર્જીના CEO અનુસાર, પ્લાન્ટ અત્યારે માત્ર 17% ક્ષમતા પર કામ કરી રહ્યો છે અને તેને સંપૂર્ણપણે ઠીક કરવામાં 3થી 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે.

હીલિયમ ગેસનું સંકટ: વિશ્વભરમાં હાહાકાર

આ હુમલાની સૌથી ગંભીર અસર હીલિયમ ગેસના ઉત્પાદન પર પડી છે. કતાર વિશ્વના કુલ હીલિયમ પુરવઠાનો 33% હિસ્સો પૂરો પાડતું હતું, જે હવે રાતોરાત બંધ થઈ ગયો છે. હીલિયમ એક અત્યંત હલકો અને ઠંડો ગેસ છે, જે સેમીકન્ડક્ટર(ચિપ) ફેક્ટરીઓમાં મશીનોને ઠંડા રાખવા, હોસ્પિટલોમાં MRI મશીનો માટે અને રોકેટ ફ્યુઅલમાં અનિવાર્ય છે. હીલિયમનો કોઈ સસ્તો વિકલ્પ ન હોવાને કારણે તેની કિંમતો અત્યારથી જ બમણી થઈ ગઈ છે અને વિશ્વના અનેક દેશોમાં તેની અછત સર્જાવા લાગી છે.

આ પણ વાંચો: અમેરિકા માટે નાકનો સવાલ? હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પે ફાઈટર જેટ અને અપાચેની ફૌજ ઉતારી

ભારત સહિત 12 દેશો પર સીધી અસર

આ સંકટથી વિશ્વના 12 મોટા દેશો સીધી રીતે પ્રભાવિત થયા છે. દક્ષિણ કોરિયા, જે તેની 64.7% જરૂરિયાત કતારથી પૂરી કરે છે, ત્યાં સેમસંગ જેવી ચિપ ફેક્ટરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. તાઇવાન, જાપાન અને સિંગાપોર જેવા ટેક હબમાં પણ ગભરાટનો માહોલ છે. ભારત માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે હોસ્પિટલોમાં MRI સ્કેન માટે જરૂરી હીલિયમ કતારથી આવે છે, જેના કારણે હવે સ્કેન મોંઘા થઈ રહ્યા છે. અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા દેશોમાં પણ હીલિયમની રેશનિંગ શરૂ થઈ ગઈ છે અને લેપટોપ, સ્માર્ટફોન તેમજ કારની કિંમતોમાં 15-20% વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે.


ઈરાનનો એક  હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું 2 - image



Source link

Related Articles

Back to top button