गुजरात

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential building in Jamnagar for English liquor: Accused absconding



Jamnagar Liquor Case : જામનગરમાં ભોયવાડા નજીક નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા મયુર ઉર્ફે લક્કી નરોત્તમભાઈ મંડલી નામના શખ્સએ પોતાના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડ્યો હતો.

 જે દરોડા દરમિયાન લક્કીના રહેણાંક મકાનમાંથી 12 નંગ મોટી અને 48 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 10,800 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે, જયારે આરોપી મયુર મંડલી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button