दुनिया

ઓઇલ, ગેસ છોડો… ઈરાનનો ખતરનાક હુમલાનો પ્લાન, ભારત સહિત દુનિયાભરના દેશોને થશે અસર! | iran israel war middle east internet cable threat global connectivity crisis




Iran America War : મધ્ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધના તણાવે હવે માત્ર તેલ અને ગેસના પુરવઠા પર જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ડિજિટલ લાઈફલાઈન સમાન ‘સબમરીન ઈન્ટરનેટ કેબલ્સ’ પર પણ ખતરો પેદા કર્યો છે. જો ઈરાન કે તેના સમર્થિત જૂથો દ્વારા સમુદ્રના પેટાળમાં બિછાવેલા આ કેબલોને નુકસાન પહોંચાડવામાં આવશે, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ (AI) સેવાઓ ખોરવાઈ શકે છે.

બે સૌથી ખતરનાક પોઈન્ટ હોર્મુઝ અને લાલ સમુદ્ર

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક ઈન્ટરનેટ ડેટા માટે બે માર્ગો સૌથી મહત્વના છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાને દરિયાઈ સુરંગો બિછાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હોર્મુઝના સૌથી સાંકડા હિસ્સામાં દરિયો માત્ર 200 ફૂટ ઊંડો છે, જે કેબલ્સને નુકસાન પહોંચાડવા માટે સૌથી સરળ રસ્તો છે. લાલ સમુદ્રમાં બાબ-અલ-મંદેબમાં ઈરાન સમર્થિત હૂથી જૂથો સતત જહાજો પર હુમલા કરી રહ્યા છે. આ વિસ્તારની નીચેથી યુરોપ, એશિયા અને આફ્રિકાને જોડતી 17 મુખ્ય કેબલ્સ પસાર થાય છે.

આ પણ વાંચો : રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ?

ભારત પર શું થશે અસર?

ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે આપણો મોટાભાગનો વિદેશી ડેટા ટ્રાફિક આ રૂટ પર નિર્ભર છે. AAE-1, ફાલ્કન (Falcon), ગલ્ફ બ્રિજ ઇન્ટરનેશનલ અને ટાટા-TGN ગલ્ફ જેવી સક્રિય કેબલ્સ આ વિસ્તારમાંથી પસાર થાય છે. જો આ કેબલ્સ કપાય તો ઓનલાઇન પેમેન્ટ (UPI), વિદેશી કોલ્સ, ઇમેઇલ અને ક્લાઉડ સર્વિસિસ ધીમી પડી શકે છે અથવા સંપૂર્ણ બંધ થઈ શકે છે.

ડિજિટલ દુનિયા પર જોખમ

આપણે જે ઈન્ટરનેટ વાપરીએ છીએ તેનો 97% થી વધુ ડેટા સેટેલાઇટથી નહીં પણ સમુદ્ર નીચે રહેલા આ ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગૂગલના ડેટા સેન્ટર્સ (UAE અને સાઉદી અરેબિયા) પણ આ જ લાઈનો સાથે જોડાયેલા છે. વીડિયો કોન્ફરન્સિંગથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની તમામ સેવાઓ આ કેબલ્સ પર ટકેલી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો યુદ્ધની આગ સમુદ્રના તળિયે પહોંચશે, તો દુનિયા દાયકાઓ પાછળ ધકેલાઈ શકે છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના આ વધતા તણાવ પર હવે ટેક જગતની પણ નજર છે.



Source link

Related Articles

Back to top button