શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citizens urged to pay outstanding property tax business tax

![]()
સુરેન્દ્રનગર
મનપામાં રજા દિવસોમાં પણ વેરાની વસુલાત કરાશે
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર મહાનગરપાલિકા
દ્વારા આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ વેરા
વસૂલાત કેન્દ્રો શરૃ રાખવામાં આવ્યા છે.
શહેરીજનો
જાહેર રજાના દિવસો દરમિયાન પણ બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઉત્તર ઝોન,
દક્ષિણ ઝોન તથા જોરાવરનગર લાઈબ્રેરી ખાતે કાર્યરત વેરા વસુલાત
કેન્દ્ર ખાતે સવારે ૧૦.૩૦થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી વેરો ભરપાઈ કરી શકશે. આ
ઉપરાંત શહેરીજનો પોર્ટલ પરથી પણ ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છેકે
આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં બાકી રહેલા મિલકત વેરો, વ્યવસાય
વેરો તથા પાણી વેરાની ભરપાઈ ન કરનારની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે
તેમજ પાણી તથા ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.



