दुनिया

ચીનમાં મહિલા સાથે ગેરવર્તન કરનારા રોબોટની પોલીસે ધરપકડ કરી ! | Police arrest robot for misbehaving with woman in China



– રોબોટ બેકાબૂ બન્યો તેનો વીડિયો વાયરલ થયો

– રોબોટે રસ્તો રોકીને મહિલાને ડરાવી : 2024થી એક્ટિવ રોબોટનું સંચાલન કરતી કંપનીએ ગરબડ થવા બદલ માફી માંગી

બેઈજિંગ : ચીનમાં એક વિચિત્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મકાઉમાં એક રહેણાક વિસ્તારમાં રોબોટે ૭૦ વર્ષની મહિલાનો રસ્તો આંતરી લીધો હતો અને તેને સામે ગેરવર્તન કરવા લાગ્યો હતો. મહિલા તેનાથી ગુસ્સે થઈ હતી તો સામે રોબોટ પણ તેની સાવ નજીક પહોંચી ગયો હતો. રોબોટ મહિલાને ઈજા પહોંચાડે તે પહેલાં જ સુરક્ષા જવાનો આવી પહોંચ્યા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વયોવૃદ્ધ મહિલા સામે રોબોટ આવી ગયો હતો. તે મહિલાનો રસ્તો રોકીને ઉભો રહી ગયો હતો. મહિલાએ ચીડાઈને તેને દૂર મોકલવાની કોશિશ કરી તો રોબોટે તેની સાથે ગેરવર્તન કરવા માંડયું હતું. તે બે હાથ ઉંચા કરીને મહિલાને ચીડવવા લાગ્યો હતો. મહિલાએ ફરીથી દૂર જવાની કોશિશ કરી તો રોબોટ તેની સાવ સામે આવી ગયો હતો. આ ઘટના મકાઉના એક રહેણાક વિસ્તારમાં બની હતી. આસપાસમાં લોકો એકઠા થઈ ગયા હતા. રોબોટ મહિલાને ઈજા પહોંચાડે તે પહેલાં જ પોલીસ જવાનો આવી ગયા હતા.

એ પછી પોલીસ રોબોટને લઈને જાય છે એ પણ વીડિયોમાં દેખાય છે. એ ઘટના પછી લોકોએ પૂછ્યું હતું કે પોલીસે શું ખરેખર એક રોબોટની ધરપકડ કરી છે? જો ખરેખર એમ હશે તો ધરપકડ થનારો આ પહેલો રોબોટ હશે. આ ઘટના પછી જે કંપની રોબોટનું સંચાલન કરતી હતી તેણે મહિલાની માફી માંગી હતી. મહિલાને પોલીસે હોસ્પિટલમાં લઈ જઈને ઈજા નથી થઈ તેની તપાસ કરી હતી. જે રોબોટે મહિલા સાથે ગેરવર્તન કર્યું તે ૨૦૨૪થી એક્ટિવ છે. તેને એડવાન્સ ટેકનોલોજી સાથે અપડેટ કરાયો હતો. તે વ્યવસ્થિત ચાલી શકે છે અને આસપાસનો માહોલ સમજી શકે છે. તેણે આવું વર્તન કર્યું તેની સામે કંપનીએ પણ આશ્વર્ય વ્યક્ત કર્યું હતું.



Source link

Related Articles

Back to top button