ઈરાન યુદ્ધમાં પાકિસ્તાને પણ કૂદવું પડશે? સાઉદી અરેબિયા સાથેની ડીલના કારણે મિડલ ઈસ્ટ સંઘર્ષમાં નવો વળાંક | Pakistan to Join Iran Saudi War Middle East Conflict Escalates as Energy Infrastructure Targeted

![]()
Pakistan to Join Iran-Saudi War? : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 20 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં નવો ખતરનાક વળાંક આવ્યો છે. હવે આ યુદ્ધમાં ઊર્જા ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આક્રમક બનેલા ઈરાનના કારણે કતાર, સંયુક્ત આરબ અમીરાત સહિત સાઉદી અરેબિયા પણ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી ઉભી થઈ છે કે, જો સાઉદી અરેબિયા યુદ્ધમાં એન્ટ્રી કરશે તો તે પાકિસ્તાનની સેનાની મદદ લઈ શકે છે.
ઈરાને હુમલો કરતા સાઉદી અરેબિયા ભડક્યું
વાસ્તવમાં ઈઝરાયલે ગઈકાલે ઈરાનના ઓઈલ-ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ કર્યો હતો, તો ઈરાને વળતા જવાબમાં કતારમાં ઓઈલ-ગેસ પ્લાન્ટોને ટાર્ગેટ કર્યા હતા. આ સાથે ઈરાને સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને મોટા તેલ અને ગેસ ઠેકાણાઓ ખાલી કરવાની ચેતવણી આપી છે, જેના કારણે આગામી સમયમાં યુદ્ધ ભયંકર સ્થિતિમાં પહોંચવાના અને વધુ ઊર્જા સંકટ સર્જાવાની આશંકા વધી ગઈ છે. સાઉદી અરેબિયાએ ઈરાનના અનેક મિસાઈલ અને ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે, જ્યારે ડ્રોનનો કાટમાળ પડવાના કારણે UAEએ ગેસ પ્લાન્ટને ખાલી કરવો પડ્યો છે.
આ પણ વાંચો : ખાડી દેશોમાં ‘એનર્જી વોર’ : ઈરાને કતારના ગેસ પ્લાન્ટ ફૂંક્યા, 12 દેશોએ આપી ગંભીર ચેતવણી
…તો ઈરાન યુદ્ધમાં પાકિસ્તાનની થશે એન્ટ્રી
રિપોર્ટ મુજબ, ઈરાનના હુમલાના કારણે સાઉદી અરેબિયા ભારે આક્રોષમાં આવી ગયું છે અને તેણે હવે યુદ્ધમાં ઉતરવાની તૈયારીઓ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઈરાનના હુમલાનો સામનો કરી રહેલું સાઉદી અરેબિયા યુદ્ધમાં ઉતરવાની તૈયારીમાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જો આવુ થશે તો યુદ્ધમાં પાકિસ્તાને પણ સામેલ થવું પડી શકે છે, કારણ કે, આ માટે સાઉદી અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ સમજૂતી થયેલી છે.
સાઉદી પાકિસ્તાન પાસે સૈન્ય મદદ માંગશે?
અહેવાલો મુજબ, જો સાઉદી અરેબિયા ઈરાન યુદ્ધમાં સામેલ થશે તો તે પાકિસ્તાન પાસે સૈન્ય મદદ માંગી શકે છે. બંને દેશોની સમજૂતીમાં પરમાણુ સુરક્ષાનો પણ ઉલ્લેક કરાયો છે. આ સમજૂતીનો અર્થ એ છે કે, જો એક દેશ પર હુમલો થાય તો તેને બંને દેશો પર હુમલા ગણવામાં આવશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ અને સેના પ્રમુખ આસીમ મુનીર તાજેતરમાં અનેક વખત સાઉદી અરેબિયાની મુલાકાત કરી ચુક્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, યુદ્ધ વચ્ચે અંદરો અંદર કંઈક નવી રણનીતી બની રહી છે.
આ પણ વાંચો : ઈરાનના એક હુમલાથી વિશ્વભરમાં હાહાકાર! યુરોપિયન ગેસના ભાવમાં એકઝાટકે 35 ટકાનો ઉછાળો



