दुनिया

VIDEO : ઈઝરાયલના હાઈફા પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ વિકરાળ આગ, ઈરાને કહ્યું- ‘બદલો હજુ પૂરો થયો નથી’ | Iran Issues Chilling Warning After Energy Plant Attacks: Revenge for Oil and Gas Strikes Not Over



Iran Warning After Energy Plant Attacks : ઈઝરાય-ઈરાનના યુદ્ધમાં હવે ઊર્જા પ્લાન્ટોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલે સૌથી મોટા ગેસ ફિલ્ડ પર હુમલો કરતા ઈરાન ભડકી ઉઠ્યું છે અને તેણે માત્ર સાઉદી અરેબિયા અને કુવૈત જ નહીં, ઈઝરાયલના પાવર પ્લાન્ટમાં મોટી તબાહી મચાવી છે. રિપોર્ટ મુજબ ઈરાને મિસાઈલ ઝિંકતા ઈઝરાયલના હાઈફા પાવર પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયા બાદ વિકરાળ લાગી ગઈ છે. બીજીતરફ ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, ઈઝરાયલ દ્વારા તેમના ગેસ ફિલ્ડ પર કરવામાં આવેલા હુમલાનો બદલો હજુ પૂરો થયો નથી. જો દુશ્મન દેશો ફરીથી ભૂલ કરશે તો ઈરાન તેનાથી પણ વધુ જોરદાર જવાબી કાર્યવાહી કરશે. ઈરાને ચેતવણી આપી છે કે, હવે પછીના નિશાના પર માત્ર દુશ્મન જ નહીં પરંતુ તેમને સાથ આપનારા સાથી દેશોના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે અને આ હુમલાઓ ત્યાં સુધી નહીં અટકે જ્યાં સુધી તે કેન્દ્રો સંપૂર્ણપણે તબાહ ન થઈ જાય.

હાઈફા પાવર પ્લાન્ટ પર મિસાઇલ હુમલો અને પ્લાન્ટ ભીષણ આગની જ્વાળાઓમાં લપેટાયો

હાઈફા પાવર પ્લાન્ટ પર ભીષણ મિસાઇલ હુમલો

તાજેતરમાં ઈઝરાયેલના હાઇફા પાવર પ્લાન્ટ પર ભીષણ મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર પ્લાન્ટમાં ભયાનક આગ ફાટી નીકળી છે. મિસાઇલ અથડાતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને જોતજોતામાં આખો પ્લાન્ટ આગની વિકરાળ જ્વાળાઓમાં લપેટાઈ ગયો છે. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળી રહ્યા છે. સુરક્ષા દળો અને ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે.

કતારની સૌથી મોટી ગેસ સુવિધા ભીષણ આગની લપેટમાં

ગુરુવારે થયેલા હુમલાથી ખાડી દેશોમાં ભારે નુકસાન

ઈરાને ગુરુવારે લાલ સમુદ્ર અને ખાડી વિસ્તારમાં અનેક દેશોના ઉર્જા મથકોને નિશાન બનાવ્યા હતા. સાઉદી અરેબિયાના યાનબુ શહેરમાં આવેલી SAMREF રિફાઇનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. કતારની લિક્વિફાઇડ નેચરલ ગેસ ફેસિલિટી પર મિસાઈલ હુમલાથી ભીષણ આગ લાગી હતી જેના કારણે ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. કુવૈતની મધ્ય-પૂર્વની સૌથી મોટી રિફાઇનરીઓ પૈકીની એક મીના અલ-અહમદી અને મીના અબ્દુલ્લા પર પણ ડ્રોન હુમલાથી આગ લાગી હતી. આ રિફાઇનરીની ક્ષમતા દરરોજ 7,30,000 બેરલ ઉત્પાદનની છે. આ ઉપરાંત ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે સંયુક્ત આરબ અમીરાત અને કતારના જહાજોને પણ નુકસાન પહોંચાડ્યું છે.

ઈઝરાયેલના તેલ અવીવમાં હુમલો

વૈશ્વિક અર્થતંત્ર પર અસર અને ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

આ ઉર્જા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડ ઓઈલની કિંમત વધીને 118 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં તેલની કિંમતોમાં 57 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. દુનિયાનો પાંચમો ભાગ જે માર્ગેથી તેલ પરિવહન કરે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરના જોખમને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણની અછતનો ડર વધી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો આ સંઘર્ષ હવે સીધો મધ્ય-પૂર્વના દેશોની તેલ અને ગેસ રિફાઇનરીઓ સુધી પહોંચી ગયો છે જે આગામી સમયમાં વધુ ઘાતક બની શકે છે.

ઈઝરાયેલના હાઈફા પર ઈરાનનો જોરદાર હુમલો

આ પણ વાંચો : ખાડી દેશોમાં ‘એનર્જી વોર’ : ઈરાને કતારના ગેસ પ્લાન્ટ ફૂંક્યા, 12 દેશોએ આપી ગંભીર ચેતવણી

આ પણ વાંચો : ઈરાન યુદ્ધમાં પાકિસ્તાને પણ કૂદવું પડશે? સાઉદી અરેબિયા સાથેની ડીલના કારણે મિડલ ઈસ્ટ સંઘર્ષમાં નવો વળાંક



Source link

Related Articles

Back to top button