दुनिया

સુપ્રીમ લીડર લાપત્તા : એક પછી એક દિગ્ગજ ઢેર : ઇરાનને ચલાવે છે કોણ ? | Supreme Leader Missing: One Giant After Another: Who Runs Iran



– સેના પોતાની મેળે જ પોતાની રણનીતિ ઘડે છે

– આયાતોલ્લાહ અલિ ખામેનેઈના પુત્ર મુજતબા ખામેનેઈને સુપ્રીમ લીડર ઘોષિત કરાયા છે પરંતુ તેઓ જાહેરમાં દેખાતા જ નથી

નવી દિલ્હી : આયાતુલ્લાહ અલિ ખામેનેઇના મૃત્યુને ૧૭ દિવસ થઈ ગયા છે. ઈઝરાયલ અને અમેરિકાએ હજી સુધીમાં ઇરાનના રાજકીય અને સેનાકીય નેતાઓને વીણી વીણીને ખતમ કરી નાખ્યા છે. આયાતુલ્લાહ અલિ ખામેનેઇ અને તેમના પુત્ર પછી ઇરાનમાં સૌથી વધુ શક્તિશાળી નેતાઓમાં અલિ-લારીજાની અને વાસીજ ફોર્સના નેતા ગુલામ રજા સુલેમાની પણ માર્યા ગયા છે. બુધવારે ઈઝરાયલે ઇરાનનું જાસૂસી તંત્ર સંભાળતા મંત્રી ઇસ્માઇલ ખાતીબને પણ ખત્મ કર્યા હોવાનો દાવો કર્યો છે. આ સાથે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ઇરાનને ચલાવે છે કોણ ? લગામ અત્યારે કોના હાથમાં છે ?

આયાતુલ્લાહ અલિ ખામેનેઈનાં મૃત્યુ પછી તેમના પુત્ર મુજતબા ખામેનેઈને વિધિવત સર્વોચ્ચ નેતા જાહેર કરાયા હતા. પરંતુ તેઓ હજી સુધી જાહેરમાં દેખાયા જ નથી. બુધવારે તેમણે બીજુ જાહેર નિવેદન કર્યું હતું. પરંતુ તેઓ જાહેરમાં બહાર આવ્યા ન હતા.

આમ ઇરાનમાં અત્યારે કેન્દ્રીય સત્તાનો જ અભાવ છે. તે સંયોગોમાં ઇરાનમાં કેન્દ્રસ્થ સત્તા અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

એવું જાણવા મળ્યું છે કે અત્યારે ઇરાનનાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પસ સ્વાયત્ત રીતે પોતાની રણનીતિ નિશ્ચિત કરે છે.

અન્ય વિકલ્પો જોઈએ તો સાદિક લારીજાનીનું નામ રેસમાં આગળ છે. તેઓ જન્નત નશીન સિકયોરીટી ચીફ અલિ લારીજાનીના નાના ભાઈ છે. ઉપરાંત મોહમ્મદ બરાગેરનું નામ પણ છે. તેઓ વાયુસેનાના પૂર્વ કમાન્ડર છે. અત્યારે મજલીસ (સંસદ)માં સ્પીકર છે. તેઓ સરકારી ટીવી પર, અમેરિકા-ઈઝરાયલ મુર્દાબાદના નારા લગાડતા પણ જોવા મળ્યા હતા.

તે જે હોય તે પરંતુ અત્યારે ઇરાનમાં સર્વોચ્ચ નેતા અંગે અનિશ્ચિતતા વ્યાપી છે. સેના પોતાની મેળે જ પોતાની રણનીતિ ઘડે છે.



Source link

Related Articles

Back to top button