दुनिया

યુ.એસ.ના ટોપ લીડર્સ નિશાન પર ? જે આર્મી બેઝમાં તેના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી હતા ત્યાં ડ્રોન ફેકાયું | US leaders targeted Drone fired at army base where its foreign minister and defense minister were



– અમેરિકામાં હડકંપ : બહુમતી અમેરિકનો આ યુદ્ધની વિરૂધ્ધ છે : સાથે આ યુદ્ધ શરૂ કરવા પાછળ કારણ શું છે તેમ પૂછી રહ્યા છે

નવી દિલ્હી : મધ્ય પૂર્વ યુદ્ધનો આજે ૨૦મો દિવસ છે. અમેરિકા અને ઈઝરાયેલે ઇરાનના કેટલાએ ટોપ-લીડર્સને મારી નાખ્યા છે. ઇરાને તેનો બદલો લેવાની ખુલ્લી ધમકી ઉચ્ચારી છે. આ યુદ્ધમાં રોજે રોજ એક યા બીજો ફણગો ફૂટતો રહે છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને સંરક્ષણ મંત્રી પેટેહગસેથ અત્યારે મધ્ય પૂર્વની મુલાકાતે છે. અને આ યુદ્ધથી અમેરિકન આર્મી બેઝને થયેલા નુકસાન તથા તેમાથી બચવા માટે જરૂરી કાર્યવાહી વગેરેનું આકલન કરી રહ્યા છે. તે દરમિયાન જ એક ડ્રોન વિમાન તેની ઉપર ચકરાવો લેતું જોવા મળ્યું હતું. પરંતુ તે તરત જ ચાલ્યું ગયું છે તે અલગ વાત છે. પરંતુ જે આર્મી બેઝમાં અમેરિકાના બે ટોચના અધિકારીઓ હોય તે બેઝ ઉપર જ તેઓની હાજરી સમયે જ ડ્રોનનું આવી પહોંચવું અત્યંત ગંભીર ઘટના ગણી શકાય.

પહેલી વાત તો તે છે કે, આ ચોક્કસ આર્મી બેઝમાં આ ટોચના અધિકારીઓ છે તે ખબર જ ઇરાન સુધી પહોંચી કઈ રીતે ? બીજી વાત તે છે કે, ડ્રોન વિમાન તે બેઝ સુધી પહોંચી કઈ રીતે શક્યું ? તે વચમાંથી જ ઇન્ટર-સેપ્ટ કેમ ન કરાયું ? ત્રીજો પ્રશ્ન તે છે કે તે ડ્રોન વિમાન પાછુ ઇરાનની સરહદમાં પહોંચી જ કઈ રીતે શક્યું ? આ પ્રશ્નો અનુત્તર રહ્યા છે.

ડ્રોનના આ સમાચાર મળતા અમેરિકામાં હડકંપ મચી ગયો છે. હવે તો ટ્રમ્પની પાર્ટી રીપબ્લિકન પાર્ટીના જ કેટલાક સભ્યો અને સાંસદો ડેમોક્રેટસ સાથે જોડાઈ આ યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે. અને તેથીએ વધુ તો તેમ પૂછે છે કે આ યુદ્ધ શરૂ જ શા માટે કરાયું ? તેવો મૂળભૂત પ્રશ્ન પૂછી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button