गुजरात

ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો | ahmedabad railway police nabbed accused in passenger beloangings stolen case



અમદાવાદ, ગુરૂવાર

ટ્રેનમાં મુસાફરો સાથે પરિચય કેળવીને તેમને વિશ્વાસમાં લઇને ઠંડાપીણામાં ઉંઘની ગોળી ભેળવીને આપ્યા બાદ બેહોશ કરીને કિમતી મુદ્દામાલની ચોરી કરતા શખ્સને અંતે ઝડપી લેવામાં આવ્યો છે.  દિલ્હીમાં  રહેતા આરોપીએ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં ગુના આચરતો હતો.

અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં ટ્રેનમાં પેેસેન્જરો સાથે  મિત્રતા કેળવીને  કોલ્ડ ડ્રીક્સમાં ઉંઘની ગોળી ઉમેરીને આપ્યા બાદ બેહોશ કરીને તેમનો કિંમતી સામાન ચોરી કરવાના કિસ્સામાં સામે આવ્યા હતા. જેથી પોલીસે વોચ રાખી હતી . આ દરમિયાન એલસીબી પીઆઇ  જે આર દેસાઇને ચોક્કસ આ કેસમાં સંડોવાયેલા આરોપી અંગે માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સીસીટીવી સર્વલન્સ અને અન્ય બાબતો ચકાસીને દિલ્હીથી  અમિત ઠાકુરને રોકડ અને મોબાઇલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

 આરોપી ટ્રેનમાં જ ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતો હતો. તેની પ્રાથમિક પુછપરછમાં ગુજરાતના ત્રણ, આંઘ્ર પ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડના એક-એક તેમજ પશ્ચિમ બંગાળના બે ગુનાના ભેદ ઉકેલાયા છે. આ ઉપરાંત, આરોપી અન્ય સાત જેટલા ગુનામાં અગાઉ સંડોવાયેલો હતો. જો કે છેલ્લાં છ મહિનામાં જ તેણે કુલ ૨૫ જેટલા  ગુના આચર્યા હતા.  જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.



Source link

Related Articles

Back to top button