ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાને તાલિબાન અફઘાનિસ્તાન બોલાવે છે ? | Is the Taliban inviting Osama bin Laden’s son Hamza to Afghanistan

![]()
– અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે સતત હિંસક સંઘર્ષ ચાલે છે તેવામાં અલ કાયદાના મોટાં માથાની હાજરી અઘોષિત યુદ્ધની આગમાં ઘી હોમે છે
નવી દિલ્હી : ઓસામા બિન લાદેનના પુત્ર અંગે પાકિસ્તાને એક ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાન કહે છે કે તાલિબાનો ઓસામા બિન લાદેનના પુત્રને અફઘાનિસ્તાન બોલાવવા માગે છે.
આ ખબરે ખુદ પાકિસ્તાનમાં જ ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે સરહદ સંબંધે વધી રહેલી તંગદિલી સર્વવિદિત છે. તેવામાં પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ ઇંટર સર્વિસીઝ પબ્લિક રીવેશન્સ (આઈએસપીઆર)ના ડાયરેક્ટ જનરલ લેફ્ટેનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ અફઘાન સરકારને સખત ચેતવણી આપી છે.
લેફ્ટ જન. શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાનમાં જાગી રહેલા આતંકવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અફઘાન તાલિબાનની બેવડી નીતિ હવે ચલાવી નહીં લેવાય. તેમણે કહ્યું અફઘાનિસ્તાને હવે તે નિશ્ચિત કરવાનું રહેશે કે તેણે અલ-કાયદા, ટીટીપી, દાયેશ અને બીએલએ જેવાં આતંકી સંગઠનો સાથે રહેવું છે કે પાકિસ્તાન સાથે ? જનરલ ચૌધરીએ કહ્યું કે પાકિસ્તાન પાસે તેવી પાક્કી રણનીતિ છે કે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ સતત રીતે પાકિસ્તાન અને ક્ષેત્રીય સલામતી અસ્થિર કરવા માટે થઇ રહ્યો છે ત્યાં આતંકીઓને સેફ હેવન મળી રહ્યું છે.
પાકિસ્તાની ટીવી ચેનલ જીયો ન્યૂઝના એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનનાં તાલિબાન શાસને સરકારી ઇમારતોમાં આતંકવાદીઓને છુપાવી રાખ્યા છે. તાલિબાન શાસનને તે આતંકી જૂથો સાથે ગાઢ સંબંધ છે.
આ લશ્કરી અધિકારીએ કહ્યું હતું કે ૨૦૧૯માં અમેરિકાએ દાવો કર્યો હતો કે અલ કાયદાના જન્નત નશીન વડા ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો છે પરંતુ છેલ્લા રીપોર્ટ પ્રમાણે ૩૫ વર્ષનો હમઝા જીવીત જ છે અને કાબુલથી આશરે ૧૦૦ કીમી દૂર જલાલાબાદમાં કોઈ ગુપ્ત સ્થળે છુપાવી રખાયો છે. તે પોતાના ભાઈ અબ્દુલ્લાની સાથે મળી અલકાયદાને પુનર્જિવીત કરી રહ્યો છે.



