પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of Youth Recovered from Kun River in Panchmahal Police Start Investigation

![]()
Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહિ ગામ પાસે પસાર થતી કુણ નદીમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં મૃતક બાહિ ગામનો જ હોવાનું સામે આવ્યું છે.
નદીમાં તરતો મૃતદેહ જોઈ ગ્રામજનો ચોંકી ઉઠ્યા
મળતી માહિતી અનુસાર, શહેરાના બાહિ ગામ નજીકથી વહેતી કુણ નદીમાં આજે ગ્રામજનોએ એક યુવાનનો મૃતદેહ તરતો જોયો હતો. આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતા. ગામના આગેવાનોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક આ અંગે શહેરા પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઘટનાસ્થલે પહોંચીને તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા જ શહેરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદથી મૃતદેહને નદીની બહાર કાઢ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક આશરે 40 વર્ષની વયનો યુવાન છે અને તે સ્થાનિક ગામનો જ વતની છે. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે શહેરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.


