गुजरात

વડોદરામાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવાનો સમય અને વળતર યોજનાનો લાભ તા.31 માર્ચ સુધી | Time to pay outstanding property tax in Vadodara and benefit of compensation scheme till March 31



Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના મિલકત વેરામાં બાકી પડતા નાણા અંગે તંત્ર દ્વારા પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના આગામી તા. 31 માર્ચ સુધી ચાલુ રહેશે. વ્યાજ માફી યોજના નું વધુમાં વધુ બાકીદાર લોકોને લાભ મળે તે હેતુથી નિયત તારીખ સુધી રવિવારના દિવસે પણ નાણા સવારે 9:30થી 2:00 વાગ્યા સુધી અને અન્ય રજાના દિવસો તથા કચેરીના કામકાજના દિવસોમાં વોર્ડ કચેરીમાં નાણા સ્વીકારવાનો સમય સવારે 9:30થી સાંજે 4:00 વાગ્યા સુધીનો હતો. તેમાં વધારો કરીને સાંજે 5:00 રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત 1, માર્ચના જાહેર રજા નિમિત્તે રાત્રે 9:30 કરાયો છે. 31, માર્ચ-26 સુધી 2003-04 પહેલાના ભાડા આકારણી પદ્ધતિમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો માટે 100 ટકા વ્યાજ પર રિબેટ. તથા 2003-04થી 2004-05 સુધી ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિમાં રહેણાંક મિલકતોમાં 80 ટકા અને બિન રહેણાંક મિલકતો માટે 60 ટકા પાછલા વર્ષના બાકી વ્યાજ પર રિબેટ. તેવી જ રીતે વોરંટ ફી, પેનલ્ટીમાં 100 ટકા રાહત. ઉપરાંત વ્યાજ માફી યોજનાની છેલ્લી તા.31, માર્ચ-2026 અમલમાં રહેશે. આ ઉપરાંત બાકી મિલકત વેરો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઓનલાઇન પર પણ ભરી શકાશે. તેમજ જરૂર જણાય એ સંબંધીત વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગમાં કામકાજના સમયગાળા દરમિયાન સંપર્ક કરી શકાશે. આ યોજનાનો મહત્તમ લાભ લેવા કરદાતાઓને ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર દ્વારા અપીલ કરાઈ છે.



Source link

Related Articles

Back to top button