गुजरात

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting car at Ghodasar intersection: 1 dead 6 injured



– જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્

– મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ :  હેગામ તાલુકાના બહિયલનો સોલંકી પરિવાર પોતાના ભાણાની ખબર કાઢવા હીરા ચં ની મુવાડી રિક્ષામાં જઈ રહ્યો હતો. ત્યારે ઘોડાસર કેનાલ નજીક ચાર રસ્તા પર ફોરવીલ ગાડી અથડાતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક સહિત છને ઈજા થઈ હતી, જ્યારે ૧૮ વર્ષની  ીકરીનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહેમ ાવા  પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 હેગામ તાલુકાના બહિયલ ગામમાં રહેતા રોહિતભાઈ અરજણભાઇ આતાભાઈ ઠાકોર (સોલંકી, ઉ.વ-૨૬) ઇલેક્ટ્રીશિયનનો ધંધો કરે છે. રોહિત ભાઈના કાકાની  ીકરી જ્યોત્સનાબેન ડાયાભાઈ સોલંકીને હીરાચં ની મુવાડી ગામે રહેતા સોમાભાઈ કાળાભાઈ વાઘેલા સાથે પરણાવેલ છે. જેઓનો ભાણીયો નયનેશ ચારેક િ વસ અગાઉ આંબા ઉપરથી પડી ગયેલો હોવાથી કેક્ચર થયું હતું. તા. ૧૬-૦૩-૨૦૨૬ના રોજ તેઓ ભાણીયા નયનેશની ખબરઅંતર જોવા માટે કાકાના િ કરા અલ્પેશભાઇ ડાયાભાઇ ઠાકોર (સોલંકી)ની રિક્ષામાં પિતા અરજણભાઇ આતાભાઈ સોલંકી, માતા મંગુબેન અરજણભાઈ સોલંકી, પત્ની મનિષાબેન રોહિતભાઈ સોલંકી, માસા શનાભાઈ ગોવિં ભાઈ સોલંકી, માસી સંતોકબેન શના ભાઇ સોલંકી અને કાકાની િ કરી નિકીતાબેન ભલાભાઈ આતાભાઈ સોલંકીને બેસાડી રાત્રિના સાડા આઠેક વાગ્યાના સુમારે બહીયલથી હીરાચં ની મુવાડી ગામે ભાણાની ખબરઅંતર કાઢવા માટે નીકળ્યા હતા.

તેઓ હલધરવાસ ચોકડી થઈ ઘોડાસર પસાર કરતા હતા તે વખતે રાતના આશરે દસેક વાગ્યાના સુમારે થોડાસર કેનાલ નજીક ચાર રસ્તા રોડ ઉપર જતા હતા આ દરમિયાન સામેથી એક ફોરવીલ ગાડીના ચાલકે તેની ગાડી રિક્ષાના આગળના ભાગે અથડાવતા રિક્ષા પલટી મારી હતી. જેથી આ રિક્ષા ચાલક રોહિતભાઈ, પિતા અરજણભાઈ, માતા મંગુબેન, પત્ની મનિશાબેન તેમજ માસા શનાભાઈ ગોવિંદભાઈ, માસી સંતોકબેનને તેમજ કાકાની દિકરી નિકીતાબેન ભલાભાઇ સોલંકી ઉ.વ-૧૮ ને ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માત સર્જાતા રોડ ઉપરથી પસાર થતા વાહનોવાળાઓએ ૧૧૨ ગાડી તેમજ ૧૦૮ જાણ કરતા બંને એમ્બ્યુલન્સ આવી ગઇ હતી અને નિકીતાબેનને ગંભીર ઈજા થઈ હોવાથી તુરંત જ ૧૦૮ મહેમદાવાદ સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જતા ફરજ પરના ડૉક્ટરે નિકિતાબેન (ઉં. વ.૧૮)ને મૃત જાહેર કરી હતી. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને કાશીબા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રોહિતભાઈ અરજણભાઈ સોલંકીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ફોરવીલ ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button