गुजरात

બેન્કના ટેકનીકલ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, કહી રૃા.૨.૧૭ લાખ પડાવ્યા | 2 17 lakhs chon otuputup ren ar apasa pwe ir seni eu bank



અમદાવાદ, બુધવાર

સાયબર ગઠિયા હવે બેન્કના નામે ફોન કરીને વેપારીઓને ઠગી રહ્યા છે. પાલડીમાં રહેતા અને મણિનગરમાં કેમિકલ ટ્રેડીંગનો વ્યવસાય કરતા વેપારીને સાયબર ગઠિયાએ ફોન કરીને પોતે બેન્ક ઓફ બરોડના ટેકનીકલ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહ્યું હતું અને તમે ઓન લાઇન ફરિયાદ કરી હતી કહીને વિશ્વાસ કેળવીને કસ્ટમર સપોર્ટ નામની એપ્લીકેશ મોકલી હતી જેમાં બેન્કની વિગતો ભરાવ્યા બાદ ઓટીપી આવતાંની સાથે બેન્કમાંથી રૃા. ૨.૧૭ લાખ ઉપડી ગયા હતા. આ બનાવ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીએ બેન્કની માહીતી ભરતાની સાથે ઓટીપી આવ્યો અને ખાતામાંથી લાખો રૃપિયા ઉપડયા ઃ મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પાલડીમાં રહેતા અને મણિનગર ઓફિસ ધરાવી કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા વેપારીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અશોક નામની અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે બે મહિના પહેલા તેઓ ઓફિસમાં હાજર હતા ત્યારે આરોપીએ વોટ્સએક કોલ કરીને પોતે બેન્ક ઓફ બરોડના ટેકનીકલ ડિપાર્ટમેન્ટમાંથી અશોક ચૌહાણ બોલતા હોવાનું કહ્યું હતું અને તમે ઓન લાઇન ફરિયાદ કરી હતી કહીને વિશ્વાસ કેળવીને કસ્ટમર સપોર્ટ નામની એપ્લીકેશ મોકલી હતી જેમાં બેન્કની વિગતો ભરાવ્યા બાદ ઓટીપી આવતાંની બેન્કમાંથી મેસેજ આવ્યો હતો જેમાં  રૃા. ૨.૧૭ લાખ ઉપડી ગયા હતા. જેથી વેપારીએ બેન્કમાં જઇને ખરાઇ કરતાં ફ્રોડ થયો હોવાની જાણ થતાં બેન્ક એકાઉન્ટ બંધ કર્યો હતો.



Source link

Related Articles

Back to top button