गुजरात

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026: શ્રદ્ધાળુઓ માટે ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Narmada Parikrama 2026: Free Online Registration Portal Launched



Narmada News : નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યોજાય છે. આ વર્ષે પણ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 19 માર્ચ, 2026થી 18 એપ્રિલ, 2026 સુધી યોજાનાર છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ આયોજન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વેબસાઈટ બનાવવામાં આવી છે. 

નર્મદા પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈને yatradhamportal.gujarat.gov.in વેબસાઈટ શરૂ કરાઈ છે. જેમાં પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવા તંત્રએ અપીલ કરી છે. આ વેબસાઈટમાં એક સાથે એક વ્યક્તિ અન્ય 6 નામોનું રજિસ્ટ્રેશન કરી શકશે. 

તેમજ સમગ્ર પરિક્રમા દરમિયાન એક પરિક્રમાર્થી અલગ અલગ 7 સ્લોટમાં મહત્તમ 49 પરિક્રમાર્થીઓનું રજિસ્ટ્રેશન કરી શકશે. આ રજીસ્ટ્રેશન માટે કોઇપણ ફ્રી ચુકવવાની રહેતી નથી.

આ પણ વાંચો: નર્મદા: ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે ગોવાથી 18 હાઈટેક બોટ મંગાવાઈ, રેંગણથી રામપુરા વચ્ચે ભક્તોને મળશે સુવિધા

રજિસ્ટ્રેશન કરનાર મુખ્ય પરિક્રમાર્થીના મોબાઈલમાં ટેકસ્ટ અને ઈ-મેઈલથી રજિસ્ટ્રેશન કર્યા અંગેનો QR કોડ આવશે. જેની પ્રિન્ટ તેઓએ સાથે લઈને આવવાની રહેશે. જે રજિસ્ટ્રેશન QR Code પરિક્રમા શરૂ થતા પહેલાં Scan કરવામાં આવશે. જે પણ પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેમને પરિક્રમા અંગે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતી મહત્ત્વની માહિતી ટેકસ્ટ મેસેજ કે ઈ-મેઈલ દ્વારા મેળવી શકાશે. 



Source link

Related Articles

Back to top button