રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કરનો અચાનક યુ-ટર્ન, હવે ચીન નહીં ભારત આવશે, જાણો કારણ | Russian Oil Tankers Divert to India Amid Strait of Hormuz Closure and Middle East Conflict

![]()
Russian Oil Tankers Divert to India : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધના કારણે ઈરાને વિશ્વભરમાં જતો ક્રૂડ ઓઈલ અને ગેસ સહિતનો વેપારી સપ્લાય માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જળમાર્ગ બંધ કરી દીધો છે, જેના કારણે અનેક દેશો ક્રૂડ ઓઈલ અને ગેસની અછતનો સામનો કરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક મોટા અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ રશિયન ઓઈલ ભરેલા ટેન્કરોનું વિશાળકાય જહાજ ચીન તરફ જવાના બદલે ઝડપથી ભારત તરફ આવી રહ્યા છે.
રશિયન જહાજે અચાનક રસ્તો બદલ્યો, ચીનના બદલે ભારત આવશે
ટ્રેકિંગ ડેટા મુજબ, જાન્યુઆરીમાં અંતે બાલ્ટિક સમુદ્ર પરથી રશિયન ક્રૂડ ઓઈલ અને યૂરાલ તેલ ભરેલા ટેન્કરો લઈને જહાજ નિકળ્યું હતું. આ ‘એક્વા ટાઈટન’ નામનું જહાજ ચીન તરફ આગળ વધી રહ્યું હતું, જોકે જહાજ માર્ચના મધ્યમાં દક્ષિણ પૂર્વ એશિયાઈ જળમાર્ગે પહોંચ્યા બાદ માર્ગ હબદલી નાખ્યો છે અને હવે તે ચીનના બદલે ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ ટેન્કર 21 માર્ચે ન્યૂ મેંગલુરુ દરિયાકાંઠે પહોંચવાનું છે.
જહાજમાં કુલ સાત ટેન્કરો
રિપોર્ટ મુજબ ટેન્કર ભરેલું જહાજ ચીનના રિઝાઓ પોર્ટ તરફ જઈ રહ્યું હતું. જોકે તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. આ માત્ર એક મામલો નથી. વૉર્ટેક્સા લિમિટેડના ડેટા મુજબ, રશિયન તેલ લઈને જઈ રહેલા લગભગ સાત ટેન્કરોએ દરિયામાં જ અધવચ્ચે રસ્તો બદલી ચીનના બદલે ભારત તરફ જહાજો વાળી દીધા છે.
આ પણ વાંચો : ગુજરાતના દરિયા કાંઠે ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું
કઝાકિસ્તાન તરફ જતું જહાજ પણ ભારતના પોર્ટ પર આવશે
આ ઉપરાંત ‘જૂજૂ એન.’ નામનું વધુ એક સ્વેજમેક્સ ટેન્કર ગુજરાતના સિક્કા પોર્ટ પર આવી રહ્યું છે અને તે ટેન્કર 25 માર્ચે પહોંચવાની સંભાવના છે. આ ટેન્કર રશિયાના નોવોરોસિસ્કથી સીપીબી બ્લેન્ડ ક્રૂડ ઓઈલ લઈને કઝાકિસ્તાન પહોંચવાનું હતું. જોકે આ ટેન્કરનો પણ રસ્તો બદલાઈ ગયો છે અને ભારત તરફ આવી રહ્યું છે.
જહાજોએ અચાનક રસ્તો કેમ બદલ્યો?
આ બંને જહાજોનો ડેટા એવા સમયે સામે આવ્યો છે, જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફ ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ થવાના કારણે હોર્મુઝ જળમાર્ગને બંધ કરવામાં આવ્યો છે. અમેરિકા-ઈઝરાયલના હુમલાથી આક્રમક બનેલા ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને ધમકી આપી છે. આવી સ્થિતિમાં જહાજોને કોઈ નુકસાન થાય તે માટે તાત્કાલીક અસરથી જહાજોના રૂટ બદલાયા હોવાનું વિગતો સામે આવી છે. હોર્મુઝ જળમાર્ગેથી વિશ્વનો લગભગ 20થી 25 ટકા સામાનનો સપ્લાય થાય છે, તેથી હોર્મુઝ બંધ થતા સપ્લાય અટકી જતા વિશ્વભરના અનેક દેશો અછત સંકટનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો : VIDEO: UKથી નેપાળ આવેલા પરિવારનું હેલિકોપ્ટર ક્રેશ, ભારે પવનના કારણે સંતુલન બગડ્યું!


