गुजरात

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer from Jamjodhpur lost 14 lakh after falling into clutches of two moneylenders



Jamnagar Vyajkhor : જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો એક મામલો જામજોધપુર પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને એક ખેડૂત બે વ્યાજખોરોની ચુગાલમાં ફસાયા છે. એક ખેડૂતે બે શખ્સો પાસેથી પોતાની જરૂરિયાત મુજબ 2021 સાલમાં ત્રણ લાખ રૂપિયા માસિક 30 ટકાના વ્યાજ પર લીધા હતા. તેણે અત્યાર સુધીમાં મુદ્દલ અને વ્યાજ સહિત રૂપિયા 14 લાખ ચૂકવી દેતા છતાં બંને વ્યાજખોરો હજુ વધુ નવ લાખ રૂપિયાની માંગણી કરતા બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં ખેતી કામ કરતા નિકુંજ જયંતીભાઈ નામના પટેલ ખેડૂત યુવાને પોતાની પાસેથી માસિક રૂપિયા 30 ટકા લેખે 14 લાખ જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધા બાદ વધુ નવ લાખનું વ્યાજ ચૂકવવા માટે જામજોધપુરના હોથીજી ખડબા ગામમાં રહેતા પ્રતિપાલસિંહ નાથુભા જાડેજા તેમજ ભાણવડ તાલુકાના વેરાડ ગામના ક્રિપાલસિંહ હરિસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત યુવાનને 2021 ની સાલમાં પૈસાની જરૂરિયાત પડી હોવાથી તેણે આરોપી પ્રતિપાલસિંહ પાસેથી રૂપિયા ત્રણ લાખ માસિક 30 ટકા જેટલી રકમનું કટકે કટકે વ્યાજ અને મુદ્દલ સહિત કુલ 14 લાખ રૂપિયા જેટલી રકમ પ્રતિપાલસિંહ અને તેના સાગરીત કૃપાલસિંહ જાડેજાને ચૂકવી આપી હતી. ત્યારબાદ હજુ નવ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી ખેડૂત યુવાનને ધાકધમકી અપાતી હોવાથી આખરે આ મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાય છે, અને બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. 



Source link

Related Articles

Back to top button