मनोरंजन
હૃતિક રોશન ઓટીટી પ્લેટફોર્મ માટે કોમેડી ફિલ્મ બનાવશે | Hrithik Roshan to make comedy film for OTT platform

![]()
– મેસ ફિલ્મનું દિગ્દર્શન રાજેશ કૃષ્ણન કરશે
– પ્રોડયૂસર તરીકે સ્ટોર્મ વેબ સીરિઝ પછી હૃતિકનો આ બીજો ઓટીટી પ્રોજેક્ટ
મુંબઇ : હૃતિક રોશન એક કોમેડી ફિલ્મ ‘મેસ’ બનાવી રહ્યો છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે.
‘લૂટકેસ’ સહિતની ફિલ્મોનું દિગ્દર્શન કરનારા રાજેશ કૃષ્ણન આ વેબ સીરિઝનું ડિરેક્શન કરશે.
હૃતિક અગાઉ આ જ ઓટીટી પ્લેટફોર્મ માટે ‘સ્ટોર્મ’ ક્રાઈમ થ્રીલર વેબ સીરિઝ બનાવવાની જાહેરાત પણ કરી ચૂક્યો છે.
હૃતિકના પિતા રાકેશ રોશન બોલિવુડના મોટા પ્રોડયૂસરમાંના એક ગણાય છે. જોકે, હૃતિકે ફિલ્મોમાં એક્ટિંગમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
હવે તે ધીમે ધીમે પિતાની પ્રોડક્શન કંપની પર પણ ફોક્સ કરી રહ્યો છે. આ ઉપરાંત તે પોતાની આગામી ફિલ્મ ‘ક્રિશ ફોર’નુ દિગ્દર્શન પણ જાતે કરવાનો છે.



