मनोरंजन

શ્રીદેવીએ ખરીદેલી પ્રોપર્ટી માટે બોની, જાહ્નવી હાઈકોર્ટમાં | Boney Janhvi in ​​High Court for property purchased by Sridevi



– ચેન્નઈમાં 1988માં પ્રોપર્ટી ખરીદી હતીે    

– 37 વર્ષ પછી અચાનક એક મહિલા તથા તેના બે  સંતાનોએ પ્રોપર્ટી પર દાવો કર્યો

મુંબઇ : ચેન્નઈમાં શ્રીદેવીના નામની પ્રોપર્ટી પર કેટલાક લોકોએ દાવો કરી દેતાં આ અંગે ચાલી રહેલા કાનૂની વિવાદમાં બોની કપૂર, જાહ્નવી કપૂર, તથા ખુશી  કપૂર  મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યાં છે. 

આ ૪.૭ એકર જમીન શ્રીદેવીએ ૧૯૮૮માં ખરીદી હતી. પરંતુ તેના પર ચંદ્રબાનુ નામની એક મહિલા તથા તેનાં બે સંતાનોએ દાવો કર્યો હતો. તેમણે ૨૦૨૫માં આ જમીન પર પોતાનો વારસાઈ હક્ક હોવાનું જણાવ્યું  હતું. બોની  કપૂરે તેમના આ દાવા સામે સ્થાનિક કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી દેતાં હવે  બોનીએ હાઈકોર્ટનું શરણું લીધું છે. 

બોની કપૂર દ્વારા અગાઉ એવી  દલીલ કરાઈ હતી કે તેમણે આ જમીન જેમની પાસેથી ખરીદી હતી તે પરિવારની વ્યક્તિએ એક પત્ની હયાત હોવા  છતાં પણ બીજાં લગ્ન કર્યાં  હતાં. આ બીજાં લગ્ન કરનારી પત્ની કે  તેમના સંતાનોનો આ વ્યક્તિની વારસાઈ મિલ્કતો પર કોઈ હક્ક બનતો નથી. 

તેમણે ૧૯૮૮માં આ મિલ્કત માટે વેચાણ ખત રજિસ્ટર કરાવ્યું હતું અને તેનાં ૩૭ વર્ષ પછી અચાનક આ લોકોએ આ પ્રોપર્ટી પર દાવો માંડયો છે તે ખોટું છે. 



Source link

Related Articles

Back to top button