दुनिया

હિજબુલ્લાહના વધુ રોકેટ હુમલા વધવાની ઇઝરાયેલે ચેતવણી આપી, લેબનોન સરહદે સુરક્ષા વધારી | Israel warns of more Hezbollah rocket attacks increases security along Lebanon border



તેલઅવીવ,૧૭ માર્ચ,૨૦૨૬,સોમવાર 

ઇરાન સાથે ઇઝરાયેલ અમેરિકાનું યુધ્ધ શરું થયું ત્યાર બાદ લેબનોનમાં હિજબુલ્લાહ આતંકી સંગઠન ફરી સક્રિય થઇને ઇરાનને સાથ આપી રહયું છે. લેબનોનના દક્ષિણ ભાગમાં હિજબુલ્લા વર્ષોથી વર્ચસ્વ ધરાવે છે જે ઇરાનનું પ્રોકસી સમર્થક છે. ઇઝરાયેલ  લેબનોનમાં હિજબુલ્લાહ  પર અનેક વાર સૈન્ય કાર્યવાહી કરીને કમાંડરોને મારી નાખ્યા છે પરંતુ હજુ પણ નેસ્ત નાબૂદ કરી શકયું નથી. સમયાંતરે ઇઝરાયેલ પર રોકેટ અને ડ્રોન હુમલા કરે છે. સોમવારની રાત્રીએ  હુમલો કર્યા પછી ઇઝરાયેલના આઇડીએફ (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) હિજબુલ્લાહે રાત્રી દરમિયાન વધુ રોકેટ હુમલાનું પ્લાનિગં કરી રહયું હોવાની ચેતવણી આપી છે. ઇઝરાયેલ હવે હિજબુલ્લાના સંભવિત હુમલાની ચેતવણી આપવાની શરુઆત કરી છે.

 અગાઉ હોમફ્રન્ટને કોઇ પણ જાણકારી કે સાવધાની આપવામાં આવતી ન હતી. જેરુસલામ ટાઇમ્સમાં જણાવ્યા અનુસાર હિજબુલ્લાહએ રોકેટ ફાયરની સંખ્યા ૧૦૦થી વધારીને ૨૦૦ કરી દીધી છે. ઇઝરાયેલી સૈનિકોએ ૧૬ માર્ચથી ઉત્તરી ઇઝરાયેલમાં લેબનોની બોર્ડર પાસે ઓપરેશન તેજ કર્યુ છે. હિજબુલ્લાહના હુમલાના પ્રયાસને રોકવા માટે ઇઝરાયેલી જવાનો ઓવર ટાઇમ કરી રહયા છે. જો કે હવે ચેતવણી આપવાની પણ જરુર પડી છે જેથી કરીને હોમ ફ્રન્ટ ખાસ પ્લાન બનાવી શકે. જો કે આઇડીએફે એવી પણ ખાતરી આપી છે કે હિજબુલ્લાહથી હોમ ફ્રન્ટે ઘબરાવાની જરુર છે.સેફ રુમ,બોંબ શેલ્ટપર પાસે રહેવાની તૈયારી રાખવી જોઇએ. ઇરાન પણ હુમલામાં સામેલ થઇ શકે છે પરંતુ ઉત્તર સરહજદ તરફથી હિજબુલ્લાહનો મુખ્ય ખતરો છે. 



Source link

Related Articles

Back to top button