गुजरात

જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14 houses including 11 accused of NDPS in Jamnagar



Jamnagar News : જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS કેસમાં પકડાયેલા આરોપીઓના રહેણાંક મકાનોમાં વીજ ચોરી ઝડપી લેવા વીજ કંપની અને પોલીસે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 14 મકાનોમાં કુલ રૂ.44.50 લાખનો વિજ ચોરીનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં છે.

14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ

જામનગર સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તથા વીજ કંપની અધિકારી તેમજ કર્મચારીઓ સાથે NDPSના ગુનામાં પકડાયેલા આરોપીઓના રહેણાક મકાને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હવાઈચોકના રહેવાસી આરોપી તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રાના મકાને વીજ ચેકિંગ કરતાં ગેરકાયદે રીતે વીજ ચોરી ઝડપાતા રૂ.5,50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. 

આ ઉપરાંત સેતાવાડના રહેવાસી રીઝવાન ઉર્ફે દાણી મહમદભાઇ કોરેજાને ત્યાં રૂ.1,20,000, ખોજા ગેઇટના રહેવાસી યાકુબ ઉર્ફે મુન્નો ગુલામહુશેન દરજાદાનેને ત્યાં રૂ. 1,25,000, મોહસીન ઉર્ફે મુસો મેહબુબભાઇ રૂમીને ત્યાં રૂ.2,25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20 લોકોનું ટોળું જોઈને પોલીસ ભાગી

જ્યારે આરોપી કામીલરજા હસનભાઇ મેતરના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતાં વીજ ચોરી અન્વયે રૂ.5,50,000, હનીફ ઉર્ફે હનફો ચોર આમદભાઇ સમાને ત્યાં રૂ.2,30,000, સોહીલ હનીફભાઇ સમાને ત્યાં રૂ.4.50,000, અસ્ફાક ઉર્ફે બાટુમામાં હુશેનભાઇ માડકીયાને ત્યાં રૂ.17,00,000, ગની ઉર્ફે નદીમભાઇ મેહબુબભાઇ શેખ તથા સમીર ઉર્ફે સેમ ઉર્ફે જીમી મેહબુબભાઇ શેખને ત્યાં રૂ.2,50,000, અને મેહમુદભાઇ મહમદભાઇ રફાઇને ત્યાં રૂ.2,50,000નો દંડ કરવામાં આવ્યો છે.

આમ કુલ 11 આરોપીઓના તેમજ અન્ય 3 શખસોના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતાં કુલ રૂ. 44.50 લાખનો દંડ ફટકારી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button