राष्ट्रीय

LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On LPG KYC Biometric Authentication


Central Govt Clarifies On LPG KYC : છેલ્લા કેટલાક દિવસોથી LPG ગેસ કનેક્શન માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન(eKYC) કરાવવા અંગે સોશિયલ મીડિયા અને સમાચારોમાં ચાલી રહેલી ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. આ મામલે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, eKYCની પ્રક્રિયા માત્ર એવા ગ્રાહકો માટે જ છે જેમનું ઓથેન્ટિકેશન હજુ સુધી થયું નથી. આમ, દરેક ગ્રાહકો માટે બાયોમેટ્રિક eKYC ફરજિયાત નથી.

કોને eKYC કરવાની જરૂર નથી?

સામાન્ય ગ્રાહકો(Non-PMUY): જે ગ્રાહકો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નથી અને જેમણે અગાઉ eKYC પૂર્ણ કરી લીધું છે, તેઓને ફરીથી આ પ્રક્રિયા કરવાની કોઈ જરૂર નથી.

નવા ગ્રાહકો: જે ગ્રાહકોનું આધાર ઓથેન્ટિકેશન પહેલેથી જ ડેટાબેઝમાં અપડેટ છે તેમને પણ આમાંથી મુક્તિ અપાઈ છે.

LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા 2 - image

ઉજ્જવલા યોજના(PMUY) માટેના નિયમો

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મંત્રાલયે જણાવ્યું છે કે, ગ્રાહકોએ દર નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર eKYC કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા ત્યારે જ જરૂરી છે જ્યારે ગ્રાહક વર્ષમાં 7 રિફિલ(સિલિન્ડર) લીધા બાદ 8મા અને 7મા રિફિલ પર સબસિડી મેળવવા માંગતા હોય.

ઘરે બેઠા મફત સુવિધા, ગેસ પુરવઠો બંધ નહીં થાય

મંત્રાલયે ગ્રાહકોને આશ્વાસન આપતા કહ્યું છે કે, eKYCની પ્રક્રિયા ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા અત્યંત સરળતાથી અને નિઃશુલ્ક કરી શકાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, eKYC ન થયું હોય તો પણ ગ્રાહકના ગેસ સિલિન્ડરના સપ્લાય કે બુકિંગ પર કોઈ જ અસર પડશે નહીં. પુરવઠો કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ

શા માટે eKYC જરૂરી છે?

સરકારના મતે આ પ્રક્રિયા પાછળ મુખ્ય ત્રણ હેતુઓ છે:

પારદર્શિતા: સરકારી સબસિડી સાચા લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું.

બોગસ ગ્રાહકોનો નિકાલ: ‘ઘોસ્ટ કન્ઝ્યુમર’ એટલે કે જે અસ્તિત્વમાં નથી તેવા જોડાણો રદ કરવા.

ગેરરીતિ અટકાવવી: ડોમેસ્ટિક ગેસનો વ્યવસાયિક ઉપયોગ કે અન્ય ડાયવર્ઝન અટકાવવા.

ગ્રાહકોએ અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ વચેટિયા કે એજન્સીના દબાણમાં ન આવવા મંત્રાલયે અપીલ કરી છે.



Source link

Related Articles

Back to top button