दुनिया

હોર્મુઝ ખાડીમાં યુદ્ધ જહાજો મોકલવા સાથી દેશોનો ઇનકાર | Allies refuse to send warships to the Strait of Hormuz



– અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં એકલા પડી ગયા: આ યુદ્ધ અમારું નથી: યુરોપ  

– મધ્ય-પૂર્વમાં યુદ્ધ ઇરાને શરૂ કર્યુ નથી, પહેલા તમે યુદ્ધ બંધ કરો પછી વાટાઘાટ થશે: ચીને અમેરિકાની બોલતી બંધ કરી

વોશિગ્ટન : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ ૧૫ દિવસથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાથી દેશોને તેમના યુદ્ધજહાજોને મોકલવા વિનંતી કરી હતી. પરંતુ ભારત સહિત અમેરિકાના બધા જ સાથી દેશોએ તેમના યુદ્ધ જહાજો હોર્મુઝની ખાડીમાં મોકલવાનો ધરાર ઈનકાર કરી દીધો છે. પરિણામે હોર્મુઝની ખાડીમાં ઈરાન સામે લડવા મુદ્દે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે. જોકે, સાથી દેશોના ઈનકાર સામે ટ્રમ્પે આ દેશોને તેમનો ‘ઈનકાર’ અમેરિકા યાદ રાખશે તેવી ચેતવણી આપી હતી. ટ્રમ્પે યુદ્ધ જહાજ મોકલવાની અપીલ કરતા ચીને રોકડું પરખાવી દીધું હતું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધ ઈરાને શરૂ કર્યું નથી. તમે પહેલા યુદ્ધ બંધ કરો પછી બીજી વાટાઘાટો થશે. ટ્રમ્પને મધ્ય-પૂર્વમાં યુદ્ધજહાજો મોકલવાનો ઈનકાર કરનારા દેશોમાં ભારત, ચીન, જાપાન, ફ્રાન્સ, સાઉથ કોરીયા, અને બ્રિટનનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ કદાચ ચીન જવાનું મુલતવી રાખી શકે છે. તેઓ કદાચ આ રીતે બૈજિંગ પર હોર્મુઝની ખાડી ખોલાવવા માટે દબાણ લાવવા માંગે છે. ટ્રમ્પે  યુદ્ધજહાજની મદદ મોકલવાની વાત ન માનનારા તેમના સહયોગીઓને પણ ધમકી આપી હતી.

બ્રસેલ્સની બેઠક પૂર્વે યુરોપીયન યુનિયનની વિદેશ નીતિના વડાએ જણાવ્યું હતું કે યુરોપીયન યુનિયન રેડ સીધી હોર્મુઝ વચ્ચે જહાજોનું રક્ષણ કરવા તેમના નેવી મિશન માટે વિચાર કરી શકે છે, પરંતુ તેમણે તેની વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.

યુરોપીયન યુનિયને સોમવારે જણાવ્યું હતું કે તેઓ હોર્મુઝ ખુલ્લી કઈ રીતે રહી શકે તેના રસ્તા પર વિચાર કરશે. ઇરાન- ઇઝરાયેલ અને અમેરિકા યુદ્ધે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ કરતાં કોમોડિટીના ભાવ વધવા લાગ્યા છે.આ નેવલ મેશન માટે ભાગ લેવા ઇચ્છતા દેશોનું કામચલાઉ યુનિટ બનાવી શકાય. 

ભારતે પણ હોર્મુઝની ખાડીમાં નૌકાદળને મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે, ભારતીય વિદેશ મંત્રાલયે આ સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ તે દાવાને ફગાવી દીધો હતો કે તેમનો દેશ યુદ્ધનો અંત લાવવા વાટાઘાટ કરવા તૈયાર છે. તેમનું કહેવું હતું કે આ બધી ખોટી વાતો છે. 

યુકેના વડાપ્રધાન સ્ટારમરે જણાવ્યું હતું કે તેઓ હોર્મુઝની ખાડી ખોલવા સહયોગીઓ સાથે મળીને આયોજન પર વિચાર કરવાના છે. જો કે તેમને યુદ્ધમાં ઢસડાવવામાં રસ નથી. સ્ટારમરે જણાવ્યું હતું કે બ્રિટન આ મુદ્દે અમેરિકા અને તેના સહયોગીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. 

જ્યારે ટ્રમ્પે આ માટે ચીનને કહેતા ચીને જણાવ્યું હતું કે અમેરિકા પહેલા યુદ્દ બંધ કરે પછી જ બીજી વાતો કરે. આ યુદ્ધ ઇરાને શરૂ કર્યુ નથી. ઇરાન પર હુમલા બંધ કરવામાં આવે તેના પછી જ શાંતિની વાત થઈ શકે. આ બતાવે છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેમની નીતિઓના લીધે દરેક દેશ સાથે સંબંધ બગાડયા છે. એક સમયે અમેરિકા સાથે ઊભા રહેવા તલસતા દેશો આજે અમેરિકાની સામે જોવા તૈયાર નથી. અમેરિકા પોતે જાણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એકલું અટુલુ પડી ગયું હોય તેવી સ્થિતિ છે.



Source link

Related Articles

Back to top button