ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due to open transformer near private school in Dhrangadhra

![]()
અકસ્માતની
ભીતિ વચ્ચે વાલીઓમાં રોષ
માર્ચ
એન્ડિંગમાં સ્ટાફ બિલની ઉઘરાણીમાં વ્યસ્ત
હોવાથી લોકોની સલામતીના પ્રશ્નો વિસરાયા
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાના હળવદ
રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું વીજ ટ્રાન્સફોર્મર મોટી દુર્ઘટનાને
આમંત્રણ આપી રહ્યું છે. વીજ પોલ પર મૂકાયેલ આ ટ્રાન્સફોર્મરની સુરક્ષા ગ્રીલ લાંબા
સમયથી તૂટેલી હાલતમાં હોવાથી શાળાએ આવતા-જતા સેંકડો નાના વિદ્યાર્થીઓના જીવ
જોખમમાં મુકાયા છે.
સ્કૂલ
સંચાલકો દ્વારા સ્થાનિક પીજીવીસીએલ કચેરીએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં
આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલમાં માર્ચ એન્ડિંગના
કારણે વીજ કંપનીનો સ્ટાફ માત્ર બિલની ઉઘરાણીમાં વ્યસ્ત હોવાથી જનતાની સલામતીના પ્રશ્નો
વિસરાયા હોય તેવું લાગી રહ્યું છે.
ખુલ્લા
વાયરો અને જર્જરિત ગ્રીલને કારણે વાલીઓમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે.
વાલીઓનું કહેવું છે કે જો સમયસર આ ટ્રાન્સફોર્મરની આસપાસ મજબૂત સુરક્ષા કવચ ઊભું
કરવામાં નહીં આવે, તો કોઈ નિર્દોષ બાળક વીજ કરંટનો શિકાર બની શકે છે. રસ્તા પર જ આવેલા આ
જોખમી ટ્રાન્સફોર્મરને લઈ વાલીઓએ પીજીવીસીએલ વિભાગ પાસે તાત્કાલિક રિપેરિંગની માંગ
કરી છે. તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર જાગે અને યુદ્ધના ધોરણે કામગીરી
પૂર્ણ કરે તે અનિવાર્ય બન્યું છે.



