दुनिया

ચીની ઈ-કોમર્સ કંપની અલીબાબા AI માટે અલગ બિઝનેસ ગ્રુપ બનાવશે | Chinese e commerce company Alibaba will create a separate business group for AI



– ગૂગલ, માઈક્રોસોફ્ટને ટક્કર આપવાની તૈયારી

– ક્લાઉડ કમ્પ્યુટિંગ, લાર્જ લેંગ્વેજ મોડલ્સ અને અન્ય ટેકનોલોજી પ્રોજેક્ટ્સને એક સાથે લાવવામાં આવશે

બેઈજિંગ : ટેક જગતમાં એઆઈના વધતા પ્રભુત્વ વચ્ચે ચીની ઈ-કોમર્સ દિગ્ગજ અલીબાબા ગ્રુપે અલગ એઆઈ બિઝનેસ ગ્રુપ બનાવવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જાહેરાત કરી છે કે, નવા ગ્રુપનું નેતૃત્વ અલીબાબાના હાલના સીઈઓ કરશે. કંપની નવા ફેરફાર સાથે તેના ઈ-કોમર્સ મોડલથી આગળ વધીને એઆઈ આધારિત ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.  

રિપોર્ટ મુજબ, તાજેતરમાં ટેક સેક્ટરમાં ફિઝિકલ એઆઈ અને એજન્ટિક સિસ્ટમ્સનો ઉપયોગ વધ્યો છે, તેને જોતા અલીબાબાએ આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નવા ગ્રુપ હેઠળ કંપનીના ક્લાઉડ કમ્પ્યુટિંગ, લાર્જ લેંગ્વેજ મોડલ્સ અને અન્ય ટેકનોલોજી પ્રોજેક્ટ્સને એક સાથે લાવવામાં આવશે. નિષ્ણાતોના મતે, આ ફેરફાર અલીબાબા વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવા ટેક જાયન્ટ્સને ટક્કર આપવા કરી રહ્યું છે.

અલીબાબાની જાહેરાત બાદ શેરબજારમાં પણ સકારાત્મક સંકેતો જોવા મળ્યા હતા. અલીબાબાના આ પગલાથી રોકાણકારોમાં વિશ્વાસ જાગ્યો છે કે, કંપની ભવિષ્યની ટેકનોલોજી માટે સજ્જ છે. આ ફેરફાર આગામી સમયમાં વૈશ્વિક લેબર માર્કેટ અને ટેકનોલોજીના માળખામાં મોટા પરિવર્તનને સૂચવે છે. 



Source link

Related Articles

Back to top button