दुनिया

હોર્મુઝ અંડર પર ટ્રમ્પને પોતાના દ્વારા જ આંચકો : જાપાન, ઓસ્ટ્રેલિયાએ યુદ્ધ જહાજો ન મોકલ્યાં | Trump gets his own shock on Strait of Hormuz: Japan Australia do not send warships



– ફ્રાંસ, જર્મની અને તુર્કીએ પણ યુદ્ધમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો : ટ્રમ્પના કહેવા છતાં યુદ્ધ જહાજો ન મોકલ્યાં

નવીદિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતાં જતાં યુદ્ધની ગણતરીએ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સમુદ્ર-ધુનિ (સ્ટ્રેઈરસ)નાં સંરક્ષણ માટે મિત્ર દેશોને યુદ્ધ જહાજો મોકલવા અપીલ કરી હતી. ટ્રમ્પનું માનવું છે કે, જે દેશો તેલ માટે આ સમુદ્રીય માર્ગ પર આધાર રાખે છે. તેમણે તે સમુદ્રધુનિનાં રક્ષણની જવાબદારી ઊઠાવવી જ જોઈએ.

એરફોર્સ વાનમાં મિડીયા સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે આ અંગે સાત દેશોના હું સંપર્કમાં છું. આમ છતાં તેઓએ હિંમત દર્શાવતાં કહ્યું કે કોઈ મદદ ન કરે તો પણ તેનો કોઈ ફર્ક પડવાનો નથી.

ટ્રમ્પે યુદ્ધ જહાજો મોકલવા કરેલી માગણીને તેના મિત્ર દેશોએ સ્વીકારી નથી. આ મિત્ર દેશો તે છે કે જેઓ પોતે પણ બળવાન છે છતાં ટ્રમ્પની માગણી સ્વીકારવાની ના કહી હતી.

જાપાને કહી દીધું કે અત્યારે તો હોર્મુઝમાં પોતાનાં યુદ્ધ જહાજો મોકલવા વિચારી પણ શકે તેમ નથી. ઓસ્ટ્રેલિયાએ પણ પોતાનાં નેવી શિપ મોકલવા તૈયારી દર્શાવી નથી.

ફ્રાંસના સંરક્ષણ મંત્રીએ તો સ્પષ્ટ કહ્યું છે ેક જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી તે સંવેદનશીલ વિસ્તારમાં તો વ્યાપારી જહાજો પણ નહીં મોકલે. તુર્કી અને જર્મનીએ પણ આ યુદ્ધમાં જોડાવાનો વિચાર પણ કરી શકે તેમ નથી.

સહજ છે કે આથી ટ્રમ્પને આંચકો લાગ્યો છે. સાથે તેમણે કહી દીધું છે કે ભલે કોઈ સાથે ન ચાલે, અમેરિકા એકલે હાથે તે યુદ્ધ લડવા તૈયાર છે.



Source link

Related Articles

Back to top button