નેતન્યાહૂ જીવીત છે : મેં પોતે જ તેમને જોયા છે : ઇઝરાયેલી રાજદૂત | Netanyahu is alive: I have seen him myself: Israeli ambassador

![]()
– ઈઝરાયેલી વડાપ્રધાનનાં મોતની અફવા ફેલાઈ હતી ઘણા યુઝર્સે કહ્યું હતું કે, તે વીડિઓમાં છૈંનો ઉપયોગ કરાયો છે
નવીદિલ્હી : ભારત સ્થિત ઇઝરાયલી રાજદૂત રેઉવેન અઝારે સ્પષ્ટ કહ્યું હતું કે વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ જીવીત છે. હું પોતે જ વ્યક્તિગત રીતે તેમને કેટલીયે વાર મળ્યો છું.
બેન્જામીન નેતન્યાહૂનો કેફેવાળા વીડિયોમાં છૈં નો ઉપયોગ કરાયો છે. તેવી સોશ્યલ મિડીયા પર ચાલેલી અફવાને અઝારે સ્પષ્ટ રદીયો આપ્યો હતો.
સોશ્યલ મિડીયા પર એવી અફવા વહેતી થઈ હતી કે તાજેતરમાં બેન્જામીન નેતન્યાહૂનો કેફેમાં વાયરલ થયેલો વિડીયો બનાવટી છે. તેમાં આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો છે.
જો કે, આ વિડીયાએ તો દુનિયાભરમાં હલચલ મચાવી દીધી હતી. તે પ્રમાણે ઈરાનના મિસાઈલ હુમલામાં ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂનું નિધન થયું હોવાની વાત વહેતી થઈ હતી. સોશ્યલ મિડિયા ઉપરાંત કેટલાંક પ્રિન્ટ મિડીયામાં પણ આ અફવા પ્રસિદ્ધ થઈ હતી. જેણે દુનિયામાં હલચલ મચાવી દીધી હતી.
આ અંગે ભારત સ્થિત ઇઝરાયલી રાજદૂતે ફરી સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે બેન્જામીન નેતન્યાહૂનો કારવાળો વિડીયો (તેનો કાફેમાં મિત્રો સાથે સ્નેક્સ લઈ રહ્યાં છે) તે અસલી છે. તેમાં આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો નથી. હું માત્ર થોડા દિવસ પૂર્વે જ તેઓને રૂબરૂમાં મળ્યો હતો. તેઓની તંદુરસ્તી પણ ઘણી સારી છે.
આ રીતે ઇઝરાયલી રાજદૂતે આપેલાં કથનને ઘણું મહત્ત્વ અપાઈ રહ્યું છે. કારણ કે તે ઓથેન્ટિક જ હોઈ શકે. બેજવાબદાર પૂર્ણ નિવેદન કોઈ રાજદૂત કરે નહીં, ભારત-ઇઝરાયલના સંબંધો જોતાં તે કથન વિશ્વસનીય મનાય છે.



