સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | Surat POCSO Court Judgment in minor girl Misdemeanor Case

![]()
Surat POCSO Court Judgment : સુરતના અમરોલી વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મના કેસ મામલે સુરતની પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે આરોપીને જીવન કેદની સજા ફટકારી છે.
સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં ગત ફેબ્રુઆરી, 2025માં 12 વર્ષીય સગીરાને કોઈ તકલીફ થતાં પાડોશી રબીઉલ શેખના ઘરે દવા લેવા ગઈ હતી. આ દરમિયાન આરોપી રબીઉલે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. થોડા મહિલા બાદ બાળકીના શરીરમાં ફેરફાર દેખાતા પરિવારે સગીરાની મેડિકલ તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે ગત 26 એપ્રિલ, 2025ના રોજ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ
કેસની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે આરોપી રબીઉલને ધરપકડ કરી હતી. આરોપી મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાનો વતની હતો અને સુરતમાં રહેતો હતો. પોલીસે સગીરા ગર્ભવતી હોવાથી ગર્ભ ટર્મિનેશન માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. ગત 27 મે, 2025ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
સમગ્ર મામલે સુરત કોર્ટે આજે(16 માર્ચ, 2026) ચુકાદો સંભળાવી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ પીડિતાને 10 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે.



