दुनिया

‘ઈરાન સામેના ‘વ્યાપક યુદ્ધ’માં બ્રિટન નહીં જોડાય…’ બ્રિટિશ PM કીર સ્ટાર્મરનો ટ્રમ્પને સ્પષ્ટ જવાબ | UK wont be drawn into wider war Starmer says iran us israel war hormuz


ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઊંધી પડી રહી છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરીને 4-5 દેશો હોર્મુઝ સ્ટ્રેટ પર યુદ્ધ જહાજો મોકલશે તેવી વાત કરી હતી. પણ હવે ટ્રમ્પની આશાઓ પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પની આ અપીલ બાદ વિશ્વના શક્તિશાળી દેશોએ સાવચેતીભર્યા પ્રતિભાવો આપ્યા છે. જ્યારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ઈરાન યુદ્ધમાં સક્રિય રીતે જોડાવવાનો ઇન્કાર કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માંગને ફગાવી દીધી છે. ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં બ્રિટિશ યુદ્ધ જહાજો તહેનાત કરવા દબાણ કર્યું હતું, જેનો સ્ટાર્મરે મક્કમતાથી વિરોધ કર્યો છે.

ઈરાન સામેના યુદ્ધમાં સતત વધી રહેલો તણાવ 

છેલ્લા 15 દિવસથી ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ઉગ્ર બન્યું છે. ઈરાને વૈશ્વિક ઓઇલ પુરવઠા માટે મહત્ત્વની ગણાતી હોર્મુઝની ખાડી લગભગ બંધ કરી દીધી છે. આ કારણસર વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ વધ્યા છે અને મંદીનો ભય સર્જાયો છે. અગાઉ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા ત્યારે પણ બ્રિટને તેમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો, જેના કારણે ટ્રમ્પે કીર સ્ટાર્મરને ‘ચર્ચિલ જેવા નેતા નથી’ કહીને સંબોધ્યા હતા.

ઈરાન સામે વ્યાપક યુદ્ધમાં નહીં જોડાય બ્રિટન 

ટ્રમ્પના સતત દબાણ બાદ લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટમાં એક પત્રકાર પરિષદમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટતા કરી હતી કે, બ્રિટિશ સરકાર દેશને કોઈ પણ સંજોગોમાં ‘વ્યાપક યુદ્ધ’માં હોમવા માંગતી નથી. અમારું લક્ષ્ય આ યુદ્ધનો વહેલી તકે અંત લાવવાનું છે. અમે ચેતવણી આપીએ છીએ કે, જો આ યુદ્ધ લાંબું ચાલશે તો તેની અસર સામાન્ય લોકોના જીવનનિર્વાહના ખર્ચ પર પડશે. હાલ બ્રિટન ફક્ત ડ્રોન મોકલવા જેવી મર્યાદિત કામગીરી પર જ વિચાર કરી રહ્યું છે.

બ્રિટન નં.1 મિત્ર દેશ, પરંતુ સાથ ના આપ્યોઃ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ‘બ્રિટન નંબર વન મિત્ર દેશ ગણાય છે, પણ જરૂર પડી ત્યારે તેઓ સાથે ન આવ્યા.’ આ દરમિયાન ટ્રમ્પે નાટો અને યુક્રેન માટેની સહાયની વાત પણ યાદ કરી હતી. ટ્રમ્પે ચેતવણી આપી કે ‘જો સાથી દેશો સહકાર નહીં આપે, તો તે નાટોના ભવિષ્ય માટે ખરાબ હશે. આ વાત અમે યાદ રાખીશું.’

બ્રિટનમાં આર્થિક અને લશ્કરી જોખમો

બીજી તરફ, ઈરાન યુદ્ધને પગલે બ્રિટનમાં અનેક નિષ્ણાતો ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે કે, જો ઓઇલ પુરવઠો ખોરવાશે તો બ્રિટનમાં ઊર્જા રેશનિંગ કરવું પડી શકે છે. પૂર્વ સૈન્ય વડા નિક કાર્ટરે જણાવ્યું છે કે હોર્મુઝમાં બ્રિટિશ જહાજો મોકલવા જોખમી છે કારણ કે, ઈરાની મિસાઇલો સામે તે અત્યંત અસુરક્ષિત સાબિત થઈ શકે છે. 

આ ઉપરાંત વધતા જતાં ઈંધણના ભાવ સામે રક્ષણ આપવા બ્રિટને નબળા વર્ગો અને પેન્શનરો માટે 53 મિલિયન પાઉન્ડની સહાય પણ જાહેર કરવી પડી છે.

આ પણ વાંચો: ઈરાનના ચાબહાર FTZ નજીક અમેરિકાનો હુમલો, ફાઈટર જેટ્સથી બોમ્બમારો કર્યો, ભારે તબાહી 

ટ્રમ્પે શું કર્યો હતો દાવો

ટ્રમ્પે 14 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ‘અમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશો પણ આ વિસ્તારમાં પોતાના જંગી યુદ્ધ જહાજો મોકલશે’. ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ કોઈ ખતરો નહીં રહે.’ જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ  ખુલ્લી, સુરક્ષિત અને મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમેરિકા ઈરાનની નૌ-સેના પર હુમલા યથાવત્ રાખશે.

‘ઈરાન સામેના 'વ્યાપક યુદ્ધ'માં બ્રિટન નહીં જોડાય...’ બ્રિટિશ PM કીર સ્ટાર્મરનો ટ્રમ્પને સ્પષ્ટ જવાબ 2 - image

અન્ય સાથી દેશો પણ અમેરિકાના વિરોધમાં 

માત્ર બ્રિટન જ નહીં, પરંતુ ફ્રાન્સ, કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ હોર્મુઝમાં યુદ્ધ જહાજો મોકલવાની ટ્રમ્પની માંગને ફગાવી દીધી છે. બ્રિટિશ મંત્રીઓએ ટ્રમ્પના નિવેદનોને માત્ર ‘રાજકીય નિવેદનબાજી’ ગણાવીને ફગાવી દીધા છે. આ સ્થિતિમાં અનેક નિષ્ણાતોનું માનવું છે કે, ઈરાન યુદ્ધ પછી અમેરિકા એકલું પડી શકે છે, તેનો જગત જમાદારનો દરજ્જો છીનવાઈ શકે છે અને વર્લ્ડ ઓર્ડરમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. 

‘ઈરાન સામેના 'વ્યાપક યુદ્ધ'માં બ્રિટન નહીં જોડાય...’ બ્રિટિશ PM કીર સ્ટાર્મરનો ટ્રમ્પને સ્પષ્ટ જવાબ 3 - image

ચીન: શાંતિની અપીલ અને જવાબદારીનું ભાન

વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તાએ CNN સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચીન તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરે છે. ટ્રમ્પની વિનંતી સ્વીકારવા અંગે ચીને સ્પષ્ટતા કરી નથી, પરંતુ એટલું ચોક્કસ કહ્યું કે ઊર્જા પુરવઠો અવરોધ વિના જળવાઈ રહે તે તમામ પક્ષોની જવાબદારી છે. ચીને આ મુદ્દે સંબંધિત પક્ષો સાથે સંવાદ ચાલુ રાખવાની વાત પણ કરી છે.

જાપાન: ‘નિર્ણય લેવામાં અમે સ્વતંત્ર છીએ’

અમેરિકાના સૌથી નજીકના સાથી ગણાતા જાપાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, જાપાની મીડિયા સંસ્થા NHKના અહેવાલ મુજબ, આગામી બુધવારથી શરૂ થઈ રહેલા વડાપ્રધાન સનેઈ તાકાઈચીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ મુદ્દો એજન્ડામાં હોઈ શકે છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કડક શબ્દોમાં કહ્યું કે, ‘જાપાન માત્ર ટ્રમ્પના કહેવા પર તાત્કાલિક યુદ્ધ જહાજો નહીં મોકલે. જાપાન પોતાની પ્રતિક્રિયા જાતે નક્કી કરે છે અને સ્વતંત્ર નિર્ણય લેવો તે પાયાની બાબત છે.’

ફ્રાન્સ: અફવાઓનું ખંડન કર્યું

ફ્રાન્સ સરકારે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ટ્રમ્પની પોસ્ટના થોડા જ કલાકોમાં ફ્રાન્સના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એવી અફવાઓનું ખંડન કર્યું હતું કે તેઓ જહાજો મોકલી રહ્યા છે. ફ્રાન્સે સ્પષ્ટ કર્યું કે તેમનું એરક્રાફ્ટ કેરિયર અને ગ્રૂપ પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં જ રહેશે અને તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. મંત્રાલયે આ વલણને ‘રક્ષણાત્મક’ ગણાવ્યું છે.

દક્ષિણ કોરિયા: મૌન સેવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પની આ અપીલ પર દક્ષિણ કોરિયા તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો: નેતન્યાહૂનો કોફી હાઉસ વાળો VIDEO પણ નકલી? Grok એ ડીપફેક ગણાવતા મૃત્યુની અટકળ તેજ



Source link

Related Articles

Back to top button