मनोरंजन

Oscars 2026 : ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે જીત્યો બેસ્ટ પિક્ચર એવોર્ડ, માઈકલ બી. જોર્ડન બેસ્ટ એક્ટર, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ | Oscars 2026 Live Updates: ‘Sinners’ Dominates with 3 Wins


Oscar Award 2026 : 98માં એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે શોને કોમેડિયન કોનાન ઓ’બ્રાયન હોસ્ટ કરી રહ્યા છે. આ વર્ષે ‘સિનર્સ’ (Sinners) 16 નોમિનેશન સાથે ઇતિહાસ રચી રહી છે, જ્યારે લિયોનાર્ડો ડિકેપ્રિયોની ‘વન બેટલ આફ્ટર અનધર’ પણ મજબૂત ટક્કર આપી રહી છે. ભારત માટે ખાસ વાત એ છે કે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પ્રેઝન્ટેટર તરીકે સામેલ થઈ છે.

Oscars 2026 અપડેટ્સ:

ઓસ્કાર 2026: ‘વન બેટલ આફ્ટર અનધર’ અને ‘સિનર્સ’નો દબદબો

ઓસ્કાર 2026માં રાયન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ (Sinners) ને સૌથી વધુ 16 નોમિનેશન મળ્યા હતા, જે ઓસ્કારના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ છે. જોકે, આ ફિલ્મે કુલ 4 એવોર્ડ જીત્યા છે, જેમાં બેસ્ટ એક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો સમાવેશ થાય છે.

બીજી તરફ, ‘વન બેટલ આફ્ટર અનધર’ (One Battle After Another) ને 13 નોમિનેશન મળ્યા હતા અને તે સૌથી વધુ એવોર્ડ જીતવામાં સફળ રહી હતી. આ ફિલ્મે કુલ 6 ઓસ્કાર પોતાના નામે કર્યા છે, જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (શૉન પેન), બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ કાસ્ટિંગ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ જેવા મુખ્ય એવોર્ડ્સ સામેલ છે.

બેસ્ટ પિક્ચર – વન બેટલ આફ્ટર અનધર

‘વન બેટલ આફ્ટર અનધર’ (One Battle After Another) એ ઓસ્કરનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. પોલ થોમસ એન્ડરસનના નિર્દેશનમાં બનેલી વોર્નર બ્રધર્સની આ ફિલ્મને ‘બેસ્ટ પિક્ચર’ તરીકે જાહેર કરવામાં આવી છે. ઓસ્કર્સ 2026 માં આ ફિલ્મનો આ છઠ્ઠો એવોર્ડ છે, જે તેની અભૂતપૂર્વ સફળતા દર્શાવે છે.

Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર' ફિલ્મે જીત્યો બેસ્ટ પિક્ચર એવોર્ડ, માઈકલ બી. જોર્ડન બેસ્ટ એક્ટર, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ 2 - image

બેસ્ટ એક્ટ્રેસ – જેસિકા બકલી (હેમનેટ)

ક્લોઈ ઝાઓની ફિલ્મ ‘હેમનેટ’ (Hamnet) માં પોતાના દમદાર અભિનયથી દુનિયાભરમાં વાહવાહી મેળવનાર જેસિકા બકલીને આખરે સર્વોચ્ચ સફળતા મળી છે. તેમને તેમના કરિયરનો પ્રથમ ‘બેસ્ટ એક્ટ્રેસ’નો ઓસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ જીત સાથે તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ વર્તમાન સમયના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંના એક છે.

Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર' ફિલ્મે જીત્યો બેસ્ટ પિક્ચર એવોર્ડ, માઈકલ બી. જોર્ડન બેસ્ટ એક્ટર, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ 3 - image

બેસ્ટ એક્ટર – માઈકલ બી. જોર્ડન (સિનર્સ)

રાયન કૂગલરની ફિલ્મ ‘સિનર્સ’ (Sinners) ના ખાતામાં આ વર્ષની સૌથી મોટી જીત આવી છે. ફિલ્મમાં ડબલ રોલ નિભાવીને પ્રેક્ષકો અને વિવેચકોના દિલ જીતનાર લીડ સ્ટાર માઈકલ બી. જોર્ડનને તેમના કરિયરનો પ્રથમ ઓસ્કર એવોર્ડ મળ્યો છે. પોતાની શાનદાર એક્ટિંગના જોરે તેમણે ‘બેસ્ટ એક્ટર’ની કેટેગરીમાં બાજી મારીને ઈતિહાસ રચી દીધો છે.

Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર' ફિલ્મે જીત્યો બેસ્ટ પિક્ચર એવોર્ડ, માઈકલ બી. જોર્ડન બેસ્ટ એક્ટર, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ 4 - image

બેસ્ટ ડાયરેક્ટર: ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અનધર’ માટે પૉલ થોમસ એન્ડરસનને મળ્યો ઓસ્કાર

હોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક પૉલ થોમસ એન્ડરસનને તેમની ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અનધર’ (One Battle After Another) માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લિયોનાર્ડો ડિકેપ્રિયો સ્ટારર આ ફિલ્મ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકો માટે એક ‘સરપ્રાઈઝ પેકેજ’ સાબિત થઈ હતી, જેમાં એન્ડરસનના અદભૂત નિર્દેશનની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ જીત સાથે એન્ડરસને ફરી એકવાર સિનેમા જગતમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે.

Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર' ફિલ્મે જીત્યો બેસ્ટ પિક્ચર એવોર્ડ, માઈકલ બી. જોર્ડન બેસ્ટ એક્ટર, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ 5 - image

બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ – સેન્ટિમેનટલ વેલ્યૂ 

ઓસ્કાર નોમિનેશનમાં સરપ્રાઈઝ બનીને ઉભરેલી નોર્વેજિયન ફિલ્મ સેન્ટિમેન્ટલ વેલ્યૂને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી. 

બેસ્ટ સોન્ગ – ગોલ્ડન (કે-પૉપ ડેમન હન્ટર્સ )

‘કે-પોપ ડેમન હંટર્સ’ એ સૌથી મોટું સરપ્રાઈઝ આ કેટેગરીમાં આપ્યું છે. તેનું ગીત ગોલ્ડન ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ પોપ સોન્ગ બની ગયો છે. 

‘વન બેટલ આફ્ટર અનધર’ નો દબદબો 

લિયોનાર્ડો ડિકેપ્રિયોની ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અનધર’ (One Battle After Another) 98માં ઓસ્કર એવોર્ડ્સમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 4 મહત્વના એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે, જેમાં બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (શૉન પેન), બેસ્ટ એડિટિંગ અને ઓસ્કરના ઇતિહાસમાં પહેલીવાર શરૂ કરાયેલી કેટેગરી બેસ્ટ કાસ્ટિંગનો સમાવેશ થાય છે. આ જીત સાથે ફિલ્મ મુખ્ય કેટેગરીઝમાં પોતાની મજબૂત પકડ જાળવી રહી છે.

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે – ‘સિનર્સ’ ના રાઈટર-ડાયરેક્ટર રાયન કૂગલરને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ‘સિનર્સ’ના ખાતામાં અત્યાર સુધીમાં કુલ 3 એવોર્ડ (એડિટિંગ, સ્કોર અને સ્ક્રીનપ્લે) આવી ગયા છે.

બેસ્ટ સિનેમેટોગ્રાફી – ઓટમ ડુરલ્ડ આર્કાપો ‘સિનર્સ’ માટે ઓટમ ડુરલ્ડ આર્કાપોએ બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીત્યો છે. આ ટેકનિકલ કેટેગરીમાં ઓસ્કર જીતનાર તેઓ પ્રથમ મહિલા બની ગયા છે.

બેસ્ટ ફિલ્મ એડિટિંગ – એન્ડી જર્ગેનસન લિયોનાર્ડો ડિકેપ્રિયોની ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અનધર’ માટે એન્ડી જર્ગેનસનને બેસ્ટ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

બેસ્ટ એનિમેટેડ ફીચર – ‘કે-પોપ ડેમન હન્ટર્સ’ દુનિયાભરમાં લોકપ્રિય બનેલી ‘કે-પોપ ડેમન હન્ટર્સ’ ને આ વર્ષનો બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

બેસ્ટ સાઉન્ડ – ‘F1’ બ્રાડ પિટની કાર રેસિંગ ડ્રામા ફિલ્મ ‘F1’ એ બેસ્ટ સાઉન્ડ કેટેગરીમાં જીત મેળવીને પોતાનું ખાતું ખોલ્યું છે.

બેસ્ટ ઓરિજિનલ સ્કોર – લડવિગ ગોરાન્સન (સિનર્સ) મ્યુઝિક કમ્પોઝર લડવિગ ગોરાન્સનએ ‘સિનર્સ’ માટે પોતાનો ત્રીજો ઓસ્કર જીત્યો છે. અગાઉ તેઓ ‘બ્લેક પેન્થર’ અને ‘ઓપનહાઈમર’ માટે પણ જીતી ચૂક્યા છે.

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલિંગ – ‘ફ્રેન્કેન્સ્ટાઈન’ પીરિયડ સેટિંગ અને હોરર લુકને શાનદાર રીતે રજૂ કરવા બદલ ‘ફ્રેન્કેન્સ્ટાઈન’ ની ટીમે મેકઅપ અને હેરસ્ટાઈલિંગમાં જીત મેળવી છે.

ઇતિહાસ રચાયો: બેસ્ટ કાસ્ટિંગનો પહેલો ઓસ્કર ઓસ્કરના ઇતિહાસમાં પહેલીવાર ‘કાસ્ટિંગ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. આ યાદગાર એવોર્ડ ‘વન બેટલ આફ્ટર અનધર’ માટે કસાન્ડ્રા કુલુકુન્ડિસને મળ્યો છે.

રેડ કાર્પેટ પર પ્રિયંકા અને નિક જોનસ ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા વ્હાઈટ સ્ટ્રેપલેસ ગાઉનમાં તેના પતિ નિક જોનસ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી. પ્રિયંકા અહીં એવોર્ડ પ્રેઝન્ટર તરીકે હાજર રહી છે અને તેના લુકના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

ભારતીય ચાહકોની નજર કોના પર? 

ભારતીય-અમેરિકન ફિલ્મમેકર ગીતા ગંધભીર પર સૌની નજર છે. તેમને ‘ધ પરફેક્ટ નેબર’ (બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર) અને ‘ધ ડેવિલ ઇઝ બીઝી’ (શોર્ટ ફિલ્મ) માટે નોમિનેશન મળ્યું છે.



Source link

Related Articles

Back to top button