દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two accused who attacked and robbed couple

![]()
– ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં
– શનિવારે પોલીસે બંને આરોપીને સ્થળ પર લઇ જઇ ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શનિવારે પોલીસે બંને આરોપીને સ્થળ પર લઇ જઇ ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.
ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં રહેતા અને પાઉંભાજીની લારી ધરાવતા મદનલાલ જાટ અને તેમના પત્ની પર ગત તા.૦૩ માર્ચના રોજ પચાસ હજારની રૂપિયાની ખંડણીની માંગ કરી ચાર શખ્સો દ્વારા ધારિયા વડે હુમલો કરી પત્નીીનું સોનાનું મંગળસૂત્ર તથા લારીમાં રહેલ રોકડ રકમ સહિત કુલ રૂ.૦૧ લાખના મુદ્દામાલની લુંટનો બનાવ બન્યો હતો.
આ મામલે ચાર શખ્સો વિરુધ ગુનો પણ નોંધાયો હતો. પોલીસે દંપતી પર હુમલો અને લૂંટના ગુનામાં સંડોવાયેલ ચારેય શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં સંજય ચૌહાણ અને અંકિત રાવળને ઝડપી પાડી બંને શખ્સોને સ્થળ પર લઈ જઈ ઘટનાનું પુનઃરાવર્તન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો તેમજ બંન્ને શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



