ઇદની ખરીદી કરવા જઇ રહેલા પર ઇઝરાયેલનો ગોળીબાર, 12નાં મોત | Israeli fire kills 12 as people go shopping for Eid

![]()
એરસ્ટ્રાઇકમાં એક જ પરિવારના ચાર માર્યા ગયા
કાર પૂર ઝડપે સૈનિકો તરફ આવી રહી હતી, સ્વબચાવમાં ગોળીબાર કર્યો હોવાનો ઇઝરાયેલના સૈન્યનો દાવો
કૈરો : ગાઝામાં ઇઝરાયેલના સૈનિકોના બેફામ હુમલાઓમાં એક ગર્ભવતી મહિલા અને તેના એક બાળક સહિત વધુ ચાર લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે ગાઝામાં નુસૈરત વિસ્તારમાં એક ઘરને નિશાન બનાવીને એરસ્ટ્રાઇક કરી હતી. જેમાં પતિ-પત્ની અને તેના એક પુત્ર સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ઇઝરાયેલી સૈનિકોના ગોળીબારમાં પણ એક જ પરિવારના ચાર લોકો માર્યા ગયા હતા.
ગાઝામાં ઇઝરાયેલ શાંતિની વાતો વચ્ચે પણ હુમલા કરી રહ્યું છે. જેમાં મૃત્યુ પામનારાઓમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો છે. જ્યારથી ઇઝરાયેલ ગાઝા વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધી ૭૨,૨૦૦ પેલેસ્ટાઇની નાગરિકો માર્યા ગયા છે. તાજેતરમાં જ ઇઝરાયેલ દ્વારા નુસૈરત પર મોટી એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં એક ગર્ભવતી મહિલા, તેનો પુત્ર સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા.
જ્યારે ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાયેલી સૈનિકો દ્વારા એક કાર પર બેફામ ગોળીબાર કરવામાં આવ્યો હતો, કારમાં એક જ પરિવારના લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલી સૈન્ય અને પોલીસે દાવો કર્યો હતો કે આ કાર સૈનિકો તરફ પુર ઝડપે આવી રહી હતી જેને કારણે તેને રોકવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પરિવાર ઇદની ખરીદી કરવા માટે જઇ રહ્યો હતો તે સમયે જ ઇઝરાયેલી સૈનિકોએ બેફામ ગોળીબાર કરી દીધો હતો.



