दुनिया

એઆઈ ચેટબોટ્સ અમેરિકન આર્મી માટે યુદ્ધની રણનીતિ બનાવશે | AI chatbots will create war strategies for the American Army



ડિફેન્સ કંપની પેલેન્ટીર ટેકનોલોજીએ ડેમો રજૂ કર્યો

સેટેલાઈટ તસવીરો, રડાર ડેટા અને અન્ય માહિતીનું સચોટ વિશ્લેષણ કરીને કાર્યવાહીના વિકલ્પો રજૂ કરશે

વોશિંગ્ટન: અમેરિકાની આર્મી ભવિષ્યમાં યુદ્ધની યોજના બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ્સનો ઉપયોગ કરી શકે છે. ડિફેન્સ ટેક કંપની પેલેન્ટીર ટેકનોલોજીઝ દ્વારા રજૂ કરવામાં આવેલા ડેમોમાં બતાવવામાં આવ્યું છે કે, આ પ્રકારની ટેકનોલોજી સૈન્ય વિશ્લેષકોને મોટી માત્રામાં મળતી ગુપ્તચર માહિતી ઝડપથી સમજવામાં મદદ કરી શકે છે. 

પેલેન્ટીર અન્ય એક કંપની સાથે મળીને એઆઈ મોડલ્સને જોડીને એવી સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે જે સેટેલાઈટ તસવીરો, રડાર ડેટા અને અન્ય માહિતીનું વિશ્લેષણ કરી શકે. ડેમોમાં એક ઉદાહરણ બતાવવામાં આવ્યું છે. જેમાં, સેટેલાઈટ તસવીરોમાં શંકાસ્પદ સૈન્ય ગતિવિધિ જોવા મળતાં વિશ્લેષક એઆઈ ચેટબોટને સવાલ પૂછે છે. એઆઈ ઉપલબ્ધ ડેટાના આધારે સમજાવે છે કે, ત્યાં દુશ્મનોની કંઈ ટુકડી હોઈ શકે છે. 

આ સિસ્ટમ સંભવિત કાર્યવાહીના પગલાઓ પણ સૂચવે છે. જેમ કે, ડ્રોન દ્વારા જાસૂસી, હવાઈ હુમલો કરવો અથવા જમીન પર સૈન્ય કાર્યવાહી કરવી. આ તમામ પ્રક્રિયામાં અંતિમ નિર્ણય કમાન્ડર દ્વારા લેવામાં આવે છે. આ ટેકનોલોજી અમેરિકન આર્મીના પ્રોજેક્ટ મેવન સાથે જોડાયેલી છે. જે ઘણા સમયથી ડ્રોન અને સેટેલાઈટ તસવીરોના માધ્યમથી ટારગેટને ઓળખવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. 



Source link

Related Articles

Back to top button