राष्ट्रीय
કોલસાની માંગમાં 80 ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર


એલપીજીની અછતનો અસહ્ય માર
નાગરિકો ઉપરાંત રેસ્ટોરાંવાળાની પણ કોલસા માટે દોડધામઃ સપ્લાયરો સંગ્રહ કરવા લાગ્યા
પુણે: એલપીજી સિલિન્ડરની તીવ્ર તંગીનો સામનો કરી રહેલા રેસ્ટોરાં માલિકો અને ગૃહિણીઓ વૈકલ્પિક ઇંધણ તરીકે વપરાતા કોલસા અને લાકડાના ભાવમાં મોટો ઉછાળો આવ્યાની અને એના કાળા બજાર થઈ રહ્યા હોવાની ફરિયાદો શરુ થઈ છે.
પુણેના કોલસાના વેપારીઓના જણાવ્યા મુજબ ઘણા લોકોને ગેસ સિલિન્ડર્સ મળતા ન હોવાથી કોલસાની માગમાં એકઝાટકે ૮૦ ટકાનો ઉછાળો આવ્યો છે.



