गुजरात

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujarat Assembly By election announced for Umreth seat Election Commission



Umreth Seat By-Election: ભારતીય ચૂંટણી પંચે આજે 15 માર્ચના રોજ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે. 

ગુજરાતની પેટા ચૂંટણીની તમામ વિગતો

ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 30.03.2026 (સોમવાર)

ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ: 06.04.2026 (સોમવાર)

ઉમેદવારની ચકાસણી  કરવાની તારીખ: 07.04.2026 (મંગળવાર)

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 09.04.2026 (ગુરુવાર)

મતદાનની તારીખ (Date of Poll): 23.04.2026 (ગુરુવાર)

મતગણતરીની તારીખ (Counting of Votes): 04.05.2026 (સોમવાર)

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ: 06.05.2026 (બુધવાર)

95,639 મત મેળવીને ભાજપે જીત મેળવી હતી.

ગત 6 માર્ચ 2026ના રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન થયું હતું, તેમની રાજકીય સફરની વાત કરીએ તો, ગોવિંદ પરમાર સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપેએ તેમના પર ફરી ભરોસો મૂક્યો હતો, જેમાં તેમણે ઉમરેઠ બેઠક પર 95,639 મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. 

વિધાનસભા કોઈના કોઈ કારણોસર ખંડિત

ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ મનાય છે, કારણ કે 182 ધારાસભ્યો ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી વિધાનસભામાં 182નો આંકડો જળવાતો નથી, ભૂતકાળમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે જ્યારે ધારાસભ્યોએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે 182નો આંકડો ખંડિત થઈ ચૂક્યો હોય

સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યું હતું

ચૂંટણી પંચ અને વિધાનસભાના નિયમો પ્રમાણે કોઈ પણ બેઠક પર ધારાસભ્યનું નિધન થાય તો બેઠક ખાલી જાહેર કરવી પડે છે. જે મુજબ ગત 10 માર્ચના રોજ 111-ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડી હોવાનું સત્તાવાર નોટિફિકેશન ગુજરાત વિધાનસભા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી

હાલ ગુજરાત વિધાનસભામાં કઈ પાર્ટી પાસે કેટલી બેઠકો

ભારતીય જનતા પાર્ટી: 161 બેઠક

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: 12 બેઠક

આમ આદમી પાર્ટી: 5 બેઠક (ઉમેશ મકવાણાએ આપમાંથી રાજીનામું આપ્યું છે, ધારાસભ્ય પદ પરથી નહીં)

અપક્ષ: 2 બેઠક

સમાજવાદી પાર્ટી: 1 બેઠક

કુલ: 181* બેઠક (એક બેઠક ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં ખાલી)



Source link

Related Articles

Back to top button