गुजरात
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught illegally transporting sand from Jodiya in Jamnagar district

![]()
જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગેરકાયદે રેતી ની હેરાફેરી કરી રહેલા બે વાહનો કબજે કર્યા છે. સાથે રેતી નો જથ્થો પણ સીઝ કર્યો છે.
જોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર માંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ પરમીટ કે કોઇ આધાર પુરાવા વગર ઓવરલોડ રેતી ભરેલ (ટ્રક) ડમ્પરો અન્વયે ચેકીંગ કર્યું હતું. જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.રાજપુત તથા સ્ટાફના માણસો એ જોડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર એવા બાલંભા વિસ્તાર તથા કેશીયા ગામે થી ગેરેકાયદેસર રીતે રોયલ્ટી પાસ પરમીટ વગર ઓવરલોડ રેતી ભરી વહન કરતા જીજે – 10 – ટીટી – 8529 તથા જીજે – 13 – ડબલ્યુ – 1593 નંબરના બે ડમ્પરો ( કિં.રૂ.14,00,000 ) તથા બન્ને વાહનોમાં ગેરકાયદેસર ભરેલ સાદી રેતી આશરે કિ. રૂ.2,30,000 મળી કુલ કિ. રૂ.16,30,300ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે.



