दुनिया

હોર્મુઝમાં અમેરિકા એકલું પડ્યું? યુદ્ધ જહાજો મોકલવાની ટ્રમ્પની અપીલને ધ્યાનમાં જ ના લીધી | America alone Strait of Hormuz Other countries do not support Trump appeal to send warships



Strait of Hormuz: ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરીને 4-5 દેશો હોર્મુઝ સ્ટ્રેટ પર યુદ્ધ જહાજો મોકલશે તેવી ડીંગો હાંકી હતી. પણ હવે ટ્રમ્પની આશાઓ પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પની આ અપીલ બાદ વિશ્વના શક્તિશાળી દેશોએ સાવચેતીભર્યા પ્રતિભાવો આપ્યા છે.

‘ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા યુદ્ધ જહાજો મોકલશે’: ટ્રમ્પનો દાવો

ટ્રમ્પે 14 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ‘અમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશો પણ આ વિસ્તારમાં પોતાના જંગી યુદ્ધ જહાજો મોકલશે’. ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ કોઈ ખતરો નહીં રહે.’ જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ  ખુલ્લી, સુરક્ષિત અને મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમેરિકા ઈરાનની નૌ-સેના પર હુમલા યથાવત રાખશે.

બ્રિટન: સહયોગીઓ સાથે ચર્ચા શરૂ

બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ તેમ, આ ક્ષેત્રમાં શિપિંગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે અમારા સાથી દેશો અને ભાગીદારો સાથે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છીએ.’ મહત્વનું છે કે બ્રિટને હાલમાં કોઈ સીધો નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ સહયોગની તૈયારી દર્શાવી છે.

ચીન: શાંતિની અપીલ અને જવાબદારીનું ભાન

વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તાએ CNN સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચીન તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરે છે. ટ્રમ્પની વિનંતી સ્વીકારવા અંગે ચીને સ્પષ્ટતા કરી નથી, પરંતુ એટલું ચોક્કસ કહ્યું કે ઊર્જા પુરવઠો અવરોધ વિના જળવાઈ રહે તે તમામ પક્ષોની જવાબદારી છે. ચીને આ મુદ્દે સંબંધિત પક્ષો સાથે સંવાદ ચાલુ રાખવાની વાત પણ કરી છે.

જાપાન: ‘નિર્ણય લેવામાં અમે સ્વતંત્ર છીએ’

અમેરિકાના સૌથી નજીકના સાથી ગણાતા જાપાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, જાપાની મીડિયા સંસ્થા NHKના અહેવાલ મુજબ, આગામી બુધવારથી શરૂ થઈ રહેલા વડાપ્રધાન સનેઈ તાકાઈચીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ મુદ્દો એજન્ડામાં હોઈ શકે છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કડક શબ્દોમાં કહ્યું કે, ‘જાપાન માત્ર ટ્રમ્પના કહેવા પર તાત્કાલિક યુદ્ધ જહાજો નહીં મોકલે. જાપાન પોતાની પ્રતિક્રિયા જાતે નક્કી કરે છે અને સ્વતંત્ર નિર્ણય લેવો તે પાયાની બાબત છે.’

ફ્રાન્સ: અફવાઓનું ખંડન અને વર્તમાન સ્થિતિ

ફ્રાન્સ સરકારે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ટ્રમ્પની પોસ્ટના થોડા જ કલાકોમાં ફ્રાન્સના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એવી અફવાઓનું ખંડન કર્યું હતું કે તેઓ જહાજો મોકલી રહ્યા છે. ફ્રાન્સે સ્પષ્ટ કર્યું કે તેમનું એરક્રાફ્ટ કેરિયર અને ગ્રુપ પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં જ રહેશે અને તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. મંત્રાલયે આ વલણને ‘રક્ષણાત્મક’ ગણાવ્યું છે.

આ પણ વાંચો: ઈરાનના ઓઈલ ટાપુ પર ‘મજા માટે’ ફરી હુમલો કરીશું: વૈશ્વિક સંકટ વચ્ચે ટ્રમ્પની ધમકીથી ચિંતા વધી

દક્ષિણ કોરિયા: મૌન સેવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પની આ અપીલ પર દક્ષિણ કોરિયા તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે નિવેદન સામે આવ્યું નથી.



Source link

Related Articles

Back to top button