राष्ट्रीय

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત | Iran War Impact: Global Economy Faces Shock How Safe Is India


Iran War Impact: હજુ હમણાં સુધી અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે ક્રૂડ ઓઈલના કારણે વૈશ્વિક અર્થતંત્રોને લાગતા મોટા આંચકાનો જમાનો હવે પૂરો થયો, પરંતુ ઈરાન સાથેના યુદ્ધે એ વિચારને ધૂળધાણી કરી નાંખ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં સ્પષ્ટ થઈ ગયું છે કે મધ્ય-પૂર્વમાં શરૂ થયેલું યુદ્ધ જંગ વૈશ્વિક અર્થતંત્રોને હજુ વધુ ઊંડી કટોકટીમાં ધકેલી શકે છે. હોર્મુઝની ખાડીમાં ઈરાની મિસાઈલ હુમલા અને નાકાબંધીને કારણે લગભગ 15% વૈશ્વિક ઓઈલ પુરવઠો ફસાઈ ગયો છે. 1970ના દાયકાના ઓઈલ સંકટ કરતાં આ આઘાત લગભગ બમણો સાબિત થઈ શકે છે. 

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત 2 - image

ઊર્જા પુરવઠા સંકટે અનેક ક્ષેત્રોને પ્રભાવિત કર્યા 

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ 11 માર્ચે કટોકટી ભંડારમાંથી 400 મિલિયન બેરલ ઓઈલ બજારમાં મૂકવાની જાહેરાત કરી, પરંતુ આ માત્ર કામચલાઉ રાહત છે. આ જાહેરાત છતાં ભાવમાં વધારો થયો. આ સંકટ ફક્ત ઓઈલ પૂરતું મર્યાદિત નથી; અનેક ક્ષેત્રો પ્રભાવિત થયા છે. 

– વિશ્વભરમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ના વિશ્વભરના લગભગ પાંચમા ભાગ જેટલા શિપમેન્ટ પણ અટકી ગયા છે. તેની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ જોવા મળી રહી છે. 

– કુદરતી ગેસથી બનતા ખાતરના ભાવ વધ્યા છે, જેનાથી ખાદ્ય સંકટનો ડર વધ્યો છે. 

– ઓઈલ શુદ્ધિકરણની આડપેદાશ એવા સલ્ફરના ભાવ પણ વધ્યા છે, જે તાંબાના ઉત્પાદનને અસર કરશે. 

– હિલિયમની અછતને કારણે કમ્પ્યુટર ચિપ્સના ઉત્પાદન પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત 3 - image

હોર્મુઝ ખાડીમાં અવરોધથી મોંઘવારી સતત વધશે 

હોર્મુઝની ખાડી બંધ થવાની અસર હાલમાં મર્યાદિત છે, પરંતુ પુરવઠા-માંગનું સંતુલન સતત બગડી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે જો હોર્મુઝની ખાડી માર્ચના અંત સુધી બંધ રહેશે તો ક્રૂડ ઓઇલના ભાવ $150 થી $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિ વૈશ્વિક મંદી અને ફુગાવાને પ્રોત્સાહન આપશે, જે 1970ના દાયકાના ‘સ્ટેગફ્લેશન’ (મંદી અને ફુગાવાનો સંગમ)નું પુનરાવર્તન કરી શકે છે. ટૂંકમાં, વૈશ્વિક અર્થતંત્રોને ગંભીર નુકસાન થવાનું નક્કી છે.

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત 4 - image

અમેરિકાને ઓછું નુકસાન થશે

આ નુકસાન વૈશ્વિક સ્તરે એકસરખું નહીં હોય. અમેરિકા 2019થી એક દેશ જેટલી ઊર્જા (ઓઈલ, ગેસ, વીજળી) વિદેશમાં વેચે છે, એ જથ્થો તે વિદેશથી ખરીદે છે તેના કરતાં વધુ હોય છે. અમેરિકાનું અર્થતંત્ર 1970ના દાયકાની તુલનામાં ઓઈલ પર 70% ઓછું નિર્ભર છે. તેથી ત્યાંના શેરબજારમાં માત્ર 1.5%નો ઘટાડો થયો છે. જો કે, અમેરિકન ગ્રાહકો પેટ્રોલ પંપ પર પહેલેથી જ 20% ભાવવધારો અનુભવી રહ્યા છે. ફેડરલ રિઝર્વ માટે ફુગાવા સામે લડવાનું પણ મુશ્કેલ બનશે, કારણ કે વેપારીઓ હવે વ્યાજદરમાં ઘટાડાને બદલે સ્થિરતાની આગાહી કરી રહ્યા છે.

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત 5 - image

યુરોપમાં ફુગાવાનો ખતરો વધારે

યુરોપમાં આ સંકટની અસર વધુ ગંભીર છે. રશિયન ગેસ પરની નિર્ભરતા ઘટાડવા માટે યુરોપ LNG પર ખૂબ આધાર રાખે છે. સ્પોટ માર્કેટમાં LNG માટે ભારે બોલીની હરીફાઈ (Bidding War) શરૂ થઈ ગઈ છે, જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. 9 માર્ચે યુરોપનો બેન્ચમાર્ક ગેસ ભાવ યુદ્ધ પહેલાં કરતાં 75% વધી ગયો હતો. ગોલ્ડમેન શાક્સ બેંકના અંદાજ મુજબ, આ સંઘર્ષ લંબાયો તો યુરોપમાં ફુગાવો આગામી વર્ષમાં લગભગ એક ટકા પોઇન્ટ વધી શકે છે, અને યુરોપિયન સેન્ટ્રલ બેંકને વ્યાજદર વધારવાની ફરજ પડી શકે છે.

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત 6 - image

સૌથી વધારે સંવેદનશીલ એશિયા છે

હોર્મુઝ બંધની સૌથી વધુ અસર એશિયાના અર્થતંત્રોને થશે. ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા મધ્ય-પૂર્વમાંથી 40% થી 80% જેટલું દરિયાઈ ક્રૂડ ઓઈલ ખરીદે છે. 2025માં એશિયાએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા 87% ક્રૂડ અને 86% LNGનો વપરાશ કર્યો હતો.

ચીને નિકાસ ઘટાડી, આ અસર વૈશ્વિક હશે!

ચીન પાસે 100 દિવસથી વધુ ચાલે એટલો ઓઈલ ભંડાર છે. તેણે રિફાઇનરીઓને નિકાસ ઘટાડવાનો આદેશ આપી દીધો છે. ઇંધણના ભાવ પરના નિયંત્રણોને કારણે ગ્રાહકો પર સીધી અસર ઓછી થશે.

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત 7 - image

જાપાન અને દ. કોરિયાની આયાત પરની નિર્ભરતા વધુ

આ બંને દેશ ઊર્જા માટે આયાત પર ભારે નિર્ભર છે. જાપાનનો 95% ઓઈલ પુરવઠો મધ્ય-પૂર્વમાંથી આવે છે. દક્ષિણ કોરિયાનું ચલણ ‘વોન’ ડૉલર સામે 2009 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે, જેથી ત્યાંની સરકારે બજારને સ્થિર કરવા 100 ટ્રિલિયન વોન (લગભગ $68 બિલિયન)ની યોજના જાહેર કરી છે.

ભારત અને અન્ય વિકાસશીલ દેશો પર વધારે દબાણ સર્જાશે

વિકાસશીલ એશિયન દેશો માટે આ સંકટ જીવનમરણનો પ્રશ્ન બની શકે છે. 

– ભારત તેની GDPના લગભગ 3% આયાતી ઓઈલ પર ખર્ચે છે, જ્યારે થાઇલેન્ડ 5% ખર્ચે છે. ઓઈલના ભાવમાં થતો દરેક વધારો તેમના ચાલુ ખાતાના સંતુલન (Current Account Deficit)ને વધુ ખરાબ કરે છે, જેનાથી રૂપિયા જેવા ચલણો પર દબાણ આવે છે. તાજેતરમાં ભારતનો રૂપિયો ડૉલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે. 

– મધ્ય-પૂર્વમાં કામ કરતા લાખો ભારતીય, બાંગ્લાદેશી અને પાકિસ્તાની કામદારો જે રેમિટન્સ (વિદેશમાં કામ કરતી વ્યક્તિ દ્વારા પોતાના દેશમાં મોકલાતા નાણાં) મોકલે છે, તેના પર પણ અસર પડશે. 

– ખાદ્યપદાર્થોના ભાવ વધવાનો ખતરો પણ વધી ગયો છે.

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત 8 - image

મધ્ય-પૂર્વ દેશો: પેટ્રો-ડૉલરની વચ્ચે ઊંડી મંદી

મધ્ય-પૂર્વના દેશો પાસે પેટ્રોડૉલર(ઓઈલ વેચીને કમાયેલા અમેરિકન ડૉલર)નો વિશાળ ભંડાર છે, પરંતુ તેમના આર્થિક મોડલને સૌથી મોટો આંચકો લાગી રહ્યો છે. 

– ઈરાની હુમલાને કારણે ઓઈલ ફિલ્ડ્સ, રિફાઇનરીઓ અને બંદરો પરનું કામકાજ ખોટકાઈ ગયું છે. 

– ગોલ્ડમેન શાક્સ બેંકના અંદાજ મુજબ, બે મહિના સુધી સંઘર્ષ ચાલ્યો તો સાઉદી અરેબિયા અને UAEમાં હાઇડ્રોકાર્બન ઉત્પાદન 12 થી 16% ઘટી શકે છે. બહેરીન, કુવૈત અને કતારમાં આ નુકસાન 25%થી વધુ થઈ શકે છે. 

– એલ્યુમિનિયમ અને રસાયણો જેવા અન્ય ઉદ્યોગો પણ બંધ થઈ રહ્યા છે. 

– યુએઈ અને બહેરીનની જીડીપીમાં 12% થી વધુ ફાળો આપતું પ્રવાસન ક્ષેત્ર પણ પડી ભાંગ્યું છે. આ સંઘર્ષે આ પ્રદેશની ‘સલામત અને સ્થિર’ હબની છબીને કલંકિત કરી દીધી છે, જે લાંબા ગાળે પ્રવાસન અને રોકાણ ક્ષેત્રે મોટું નુકસાન કરશે.



Source link

Related Articles

Back to top button