AIને કારણે મેટા 16,000 કર્મચારીઓને છૂટા કરશે | Meta to lay off 16 000 employees due to AI

![]()
– 80,000 કર્મચારી ધરાવતી કંપનીના ઈતિહાસની સૌથી મોટી છટણી
– કંપનીમાં એઆઈનો ઉપયોગ વધારી દેવાશે અને બચતની રકમ ડેટા સેન્ટર્સ પાછળ ખર્ચવામાં આવશે
કેલિફોર્નિયા : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી લોકપ્રિય સવસિઝ ચલાવતી ટેક જાયન્ટ કંપની મેટા, મોટાપાયે છટણી કરવાની છે. અહેવાલ મુજબ, કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગ એઆઈમાં રોકાણ વધારવાની સાથે કંપનીના સંગઠનમાં ફેરફારો કરવાની યોજના બનાવી રહ્યા છે.
વિશ્વભરમાં લગભગ ૮૦,૦૦૦ કર્મચારીઓ ધરાવતી કંપની ૨૦ ટકા એટલે કે, ૧૬,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની છે. આ છટણી કંપનીના ઈતિહાસની સૌથી મોટી છટણી સાબિત થશે. જાણકારોના મતે, એઆઈ માટે વધતા ખર્ચ અને ડેટા સેન્ટર જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભા કરવા માટે કંપની ખર્ચ ઘટાડવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે.આ નિર્ણય મેટાની લાંબા ગાળાની એઆઈ રણનીતિનો ભાગ છે. કંપની વધુ કાર્યક્ષમ ઓટોમેટેડ સિસ્ટમ તરફ આગળ વધવા માગે છે. જેમાં, એઆઈ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા મેટાએ ૨૦૨૨માં ૧૧,૦૦૦ જ્યારે, ૨૦૨૩માં ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી. ટેક ઉદ્યોગમાં એઆઈના વધતા પ્રભાવ વચ્ચે મેટાનો નિર્ણય દર્શાવે છે કે, ટેક જાયન્ટ્સ હવે પોતાની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરી રહ્યા છે.



